તપાસ / વડોદરા બાદ રાજકોટમાં પાણીના ટાંકા દૂષિત હોવાનું આવ્યું સામે, અધિકારીઓ પાણી પીને બતાવ્યું

  • વોર્ડ નં. 13માં દૂષિત પાણી આવતું હોવાથી તપાસ કરાઈ
  • વોર્ડ 13માં જાગૃતિબેન ડાંગર દ્વારા રિયાલિટી ચેક કરાયું

Divyabhaskar.com

May 19, 2019, 10:26 AM IST

રાજકોટ:પુનિતનગરમાં પાણીના ટાંકા દુષિત હોવાનું સામ આવ્યું છે. જેથી વોર્ડ નં 13માં પાણીના ટાંકાની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ટાંકામાં ફીણનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. વોર્ડ 13માં આવેલા પાણીના સંપ ઉપર કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જાતે ચેક કરતા પાણી એકદમ ફીણ વાળું અને લીલું હતું અને છેલ્લા દોઢ વર્ષથી સફાઈ પણ કરવામાં આવી ન હતી. જાગૃતિબેને કહ્યું કે તંત્ર અને શાસકો દ્વારા ખોટી વાતો કરવા સિવાય અને એસી ઓફીસમાં બેસીને કાગળ ઉપર કામગીરી બતાવતા હોય એવું લાગી રહ્યું છે.આ રિયાલિટીમાં વોર્ડ નં.12ના કોર્પોરેટર સંજય અજુડિયા, કનકસિંહ અને કમલેશભાઈ જોડાયા હતા.

પાણી શુદ્ધ અને પીવાલાયક છે- અધિકારી
વોટર વર્કસ શાખાના અધિકારઓએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે પાણી સંપૂર્ણપણે પીવાલાયક અને શુદ્ધ છે. તેમાં કોઈ પ્રૉબ્લેમ નથી. અધિકારીઓએ મીડિયા અને ઉપસ્થિત લોકોની હાજરીમાં આ સંપનું પાણી પી ને પણ બતાવ્યું હતું અને કહ્યું હતું કે આ પાણી શુદ્ધ અને પીવાલાયક છે. ફિલ્ટર પ્લાન્ટમાં બે વખત ક્લોરીનેશન થયા બાદ પુનિતનગર પહોંચતા પાણીનું હાલ ઉનાળામાં રોગચાળો ન પ્રસરે એ માટે ફરી બે વખત સંપ ખાતે ક્લોરીનેશન કરવામાં આવે છે, જેને સુપર ક્લોરીનેશન કહે છે. આ સાથે જ અધિકારીઓએ કહ્યું કે ખૂબ લાંબા અંતરેથી પાણી સંપમાં આવે છે અને ટાંકામાં પાણી પછડાવાને કારણે તેમજ સુપર ક્લોરીનેશનને કારણે થોડા ફીણ થતા જ હોય છે. પાણીના સેમ્પલ લેબમાં ચકાસવા પણ આંવ્યા છે. પાણી સંપૂર્ણ રીતે પીવાલાયક અને શુદ્ધ છે.

મેયર બીનાબેન આચાર્યનું નિવેદન
પાણી મુદ્દે મેયર બીનાબેન આચાર્યએ કહ્યું કે કોંગ્રેસ ખોટા રોડા નાખે છે અને નેગેટિવ પબ્લિસીટી કરે છે. પાણી પીવાલાયક અને શુદ્ધ છે અને ક્લોરીન વાળું પાણી હોવાથી ફીણ વળે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી