ફેરફાર / ભાવનગર-કોચુવેલી રવિવારના બદલે હવે 16 જુલાઈથી મંગળવારે દોડશે 

Bhavnagar-Kochuveli Train will now run on Tuesday from 16th July instead of Sunday

Divyabhaskar.com

May 31, 2019, 09:37 AM IST

ટ્રાવેલ ડેસ્ક. રેલવે વિભાગે ભાવનગરથી ઉપડી કોચુવેલી જતી એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેફાર કર્યો છે. આ ટ્રેન રવિવારે દોડતી હતી તેના બદલે હવે મંગળવારે દોડાવવાની જાહેરાત કરી છે.

આ ટ્રેન આગામી 16 જુલાઈથી દર મંગળવારે ભાવનગરથી ઉપડશે. જોકે તેના ઉપડવાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ફેરફારના પગલે 14 જુલાઈ રવિવારે ઉપડનારી ટ્રેન રદ રહેશે.

જ્યારે બાંદ્રા ભગત કી કોઠી એક્સપ્રેસ 1 જુલાઈ સુધી લંબાવાઈ છે. આ ટ્રેન બાંદ્રાથી વાયા અમદાવાદ થઈ મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, મારવાડથી ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેનનું બુકિંગ 31 મેથી તમામ રિઝર્વેશન સેન્ટર અને ઓનલાઈન શરૂ કરાશે.

X
Bhavnagar-Kochuveli Train will now run on Tuesday from 16th July instead of Sunday

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી