વિરોધ / ઘાસચારો આપોના સુત્રોચ્ચાર સાથે માલધારીઓએ લાઠી પ્રાંત કચેરીના ઘેરાવ સાથે તાળાબંધી કરી

  • 200 જેટલા માલધારીઓએ પ્રાંત કચેરીએ હલ્લાબોલ કર્યો

DivyaBhaskar.com

May 16, 2019, 04:07 PM IST

અમરેલી: ઘાસચારાની તંગીથી લાઠી તાલુકાના માલધારીઓ પરેશાન છે. આજે 200 જેટલા માલધારીઓ પશુઓ સાથે અમરેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મયુર આસોદરીયાની આગેવાનીમાં લાઠી પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. પ્રાંત કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી કરી હતી. તેમજ ઘાસચારો આપોના સુત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ પ્રાંત અધિકારીએ માલધારીઓને આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

(જયદેવ વરૂ, અમરેલી)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી