વાંકાનેર / નવજીવન ક્રેડિટ સોસા.નાં કરોડોનાં કૌભાંડની તપાસ CIDએ આરંભી, 800 થાપણદારનાં નાણાં ફસાયા

કરોડોની થાપણ લઇ સંચાલકો ફરાર
કરોડોની થાપણ લઇ સંચાલકો ફરાર

  • સૌરાષ્ટ્રનાં હજારો લોકોની કરોડોની થાપણ લઇ સંચાલકો ફરાર
  • માત્ર વાંકાનેરના 800 થાપણદારના જ 10 કરોડ ફસાયા

Divyabhaskar.com

Sep 16, 2019, 10:38 AM IST

મોરબી:નવજીવન ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા રાજસ્થાનમાં લોકોના નાણાંની ઉચાપત પ્રકરણમાં મંડળીના એમ.ડી.ની રાજસ્થાનમાં ધરપકડ અને રાજકોટ, વાંકાનેર, ગોંડલ સહિત મંડળીના ગોટાળા અનુસંધાને નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના અધિકારીની તપાસ સીઆઇડી રાજકોટ ખાતે ચાલી રહી છે. તેમ વાંકાનેર નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના એડવાઈઝર જયેશભાઇ મહેતા દ્વારા જણાવાયુ હતું. નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડ રાજસ્થાન સંચાલિત છે. જેની ગુજરાતમાં અનેક જગ્યાએ આવી મંડળીઓ ચાલે છે. જેમા વાંકાનેર પંથકના 800થી વધુ થાપણદારોના 10 કરોડ રૂપિયા જેટલી રકમ ફસાઈ જતા ઓફિસ આસપાસ રોકાણકારોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

રોકાણકારોના અંદાજે રૂ. 9.25 કરોડ રૂપિયાની થાપણો પર જોખમ
રાજકોટ, ગોંડલ અને વાંકાનેરમાં શાખા ધરાવતી નવજીવન ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંચાલકો કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને જતા રહ્યા છે. નાની બચત રૂપે રોજેરોજ પોતાના પેટ પર પાટા બાંધીને પૈસા બચાવી મંડળીમાં રોકનાર થાપણદારોના કરોડો રૂપિયા ફસાયા છે. આ અંગે મંડળીના એડવાઈઝર દ્વારા શહેર પોલીસને એમ.ડી. ગિરધરલાલ સોઢા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. વાંકાનેરના રોકાણકારોના અંદાજે રૂ. 9.25 કરોડ રૂપિયાની થાપણો પર જોખમ હોવાનું જાણવા મળે છે.

નવજીવન ક્રેડિટ સોસા.ની વડોદરા અને રાજસ્થાનમાં અનેક શાખા
રાજકોટનાં જાગનાથ વિસ્તારમાં મુખ્ય ઓફિસ ધરાવતી નવજીવન ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ મલ્ટિ સ્ટેટ સહકારી મંડળી છે. જેની રાજકોટમાં અન્ય એક શાખા સોરઠીયા વાડી વિસ્તારમાં, એક શાખા ગોંડલ અને એક શાખા વાંકાનેરમાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વડોદરા અને રાજસ્થાનમાં અનેક શાખા હોવાનું જાણવા મળે છે. માત્ર સૌરાષ્ટ્રમાં અંદાજે પાંચેક હજાર રોકાણકારોને કરોડો રૂપિયાની થાપણ લઇ સંચાલકો ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે. વાંકાનેરના અમુક લોકો પણ સનસાઇન સાથે પોતાના ઘર ભરી લીધાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. નવજીવનમાં પૈસા રોકીને ઉંચા વ્યાજના લોભમાં લલચાઈને જીવનભરની એકઠી કરેલી પુંજી પર સંકટના વાદળો ઘેરાતા રોકાણકારોમાં સન્નાટો છવાઈ ગયો છે. MD વિરુદ્ધ અરજી આવતા SPને મોકલી આપી છે

નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડના એડવાઈઝર જયેશભાઇ મહેતા દ્વારા મંડળીના એમ. ડી. ગીરધરલાલ સોઢા વિરુદ્ધ અરજી મળી હતી. જે કરોડો રૂપિયાના ગોટાળાની હોવાથી અમે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મોકલી આપી છે.
-એચ.એન.રાઠોડ, પીઆઇ-વાંકાનેર શહેર પોલીસ

X
કરોડોની થાપણ લઇ સંચાલકો ફરારકરોડોની થાપણ લઇ સંચાલકો ફરાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી