જિલ્લાની 23 હાઇસ્કુલોને મહેકમની માહિતી ફોર્મ સબમીટ ન કરતા દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલીક ફોર્મ સબમીટ કરવા તાકીદ

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં ભરતી પ્રક્રિયા શરૂ થનાર છે.  આથી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં મહેકમની માહિતી મંગાવવામાં આવી છે. પરંતુ 25 જેટલી હાઇસ્કુલો મહેકમ માહિતી પત્રક સબમીટ કર્યુ નથી.  આથી 23 જેટલી હાઇસ્કુલોને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ફોર્મક સબમીટ કરવા તાકીદ કરાઇ છે. આ ઉપરાતં કાર્યવાહીની ચીમકી અપાતા હાઇસ્કુલોમાં દોડધામ મચી છે.

ઝાલાવાડમાં ધો.9 થી 12માં અનેક શાળાઓમાં શિક્ષકો ન હોવાથી શિક્ષણ કથળી રહ્યુ છે.  આ અંગે શૈક્ષિકમહાસંઘ સહિત મંડળોએ ભરતી કરવા માટે રજૂઆતો કરી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ અને સહકારી હાઇસ્કુલો પાસેથી વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવવા કાર્યવાહી હાથ ધરી છે.  જેમાં દરેક શિક્ષણાધિકારીઓ રોસ્ટર રજીસ્ટરથી અનામત સિટોની સંખ્યા સાથે મહેકમ પત્રક સબમિટ કરવા જણાવાયુ છે.  જેમાં જણાવ્યા મુજબ આ 23 જેટલી શાળાઓેએ શિક્ષકોના મહેકમની માહિતીનું ગુગલફોર્મ તાત્કાલીક ધોરણે સબમીટ કરવાનું રહેશે. અન્યથા આપની સમક્ષ કાર્યવાહી કરવાની ચીમકી આપતા દોડધામ મચી છે.

કઇ કઇ શાળાઓની મહેકમ માહિતી બાકી
* સી.યુ.શાહ ઇંગ્લીશ સ્કુલ, વઢવાણ * આર.પી.પી ગર્લ્સ હાઇસ્કુલ, વઢવાણ * એમ.એમ.શાહ ગર્લ્સ હાઇસ્કુલ, વઢવાણ * વડવાળા દેવ સરસ્વતી વિદ્યાલય, દુધરેજ * એન.એમ.હાઇસ્કુલ, લીંબડી * ઉત્તર બુનીયાદી વિદ્યાલય, મોરથળા * ઉત્તર બુનીયાદી કન્યા વિદ્યાલય, ભિમોરા * વીરજી ભાયાણી શાળા, ધ્રાંગધ્રા * એમ.ડી.એમ કન્યા વિદ્યામંદિર, ધ્રાંગધ્રા * એમ.એમ.શાહ સંસ્કાર વિદ્યાલય, ધ્રાંગધ્રા, * સી.ડી.કપાસી વિદ્યાલય, ચુડા, * વડોદ માધ્યમીક શાળા, વડોદ * એચ.આર.ગાર્ડી હાઇસ્કુલ, માળોદ * માધ્યમીક શાળા રાણાગઢ * ગોકુળ માધ્યમીક વિદ્યાલય, બોરાણા * સી.ડી.ટી.શાહ વિનયમંદિર હાઇસ્કુલ, દાણાવાડા, મુળી * વીર એકલવ્ય સ્કુલ, કોચાડા, પાટડી * કે.જી.એચ હાઇસ્કુલ, ખારાધોડા * એમ.વી.વિદ્યાલય, રાજપરા, * એસ.એસ.સંઘવી વિદ્યાલય, વસાડવા * કે.એમ.એમ.એમ શાળા, સજ્જનપુર * ડી.પી.શાહ હાઇસ્કુલ, સુદામડા * એલ.એમ.વોરા હાઇસ્કુલ, ધાંધલપુર

અન્ય સમાચારો પણ છે...