તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણના 10 ગામોમાં પેટા ચૂંટણીના પડઘમ : 13મીએ મતદાન હાથ ધરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 સરપંચ અને 10 સદસ્યો માટે તંત્રે તૈયારીઓ હાથ ધરી
  • 15મી ઓક્ટોબરે મામ. પંચાયત કચેરીએ મતગણતરી થશે

વઢવાણ: વઢવાણ તાલુકામાં 10 જેટલી ગ્રામ પંચાયતોમાં વોર્ડની પેટા ચૂંટણીનું જાહેરનામુ બહાર પડાયુ છે. આથી સરપંચ અને વોર્ડના સભ્ય માટે જરૂર પડશે તો તા.13-10-19 રવિવારે મતદાન યોજાનાર છે. ત્યારે વહીવટી તંત્રે આ માટે તૈયારીઓ શરૂ કરી છે. વઢવાણ તાલુકાના 45 જેટલા ગામોમાં સરપંચ અને વોર્ડના સદસ્યોની વરણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા થાય છે. ત્યારે નાના કેરાળા ગામમાં સરપંચ અને 9 ગામોમાં વોર્ડની પેટાચૂંટણી જાહેર થઇ છે. 

પ્રાણગઢ વોર્ડનં.5, ખોલડીયાદ વોર્ડનં.8, વસ્તડી વોર્ડ નં.7, રામપરા વોર્ડનં.6, નાના કેરાળા વોર્ડનં.6, બાળા વોર્ડન.8 અને બલદાણા વોર્ડનં.5ની ચૂંટણી થનાર છે. જેમાં બલદાણાને બાદ કરતા તમામ બેઠકો પર અનુસુચીત જાતી કે અનુસુચીત જન જાતી અનામત બેઠક છે.  આ ગામોમાં જરૂર પડશે તો તા.13 ઓક્ટોબરના રવિવારે મતદાન યોજાનાર છે.  જ્યારે મતગણતરી તા.15-10-19ના રોજ કરવામાં આવનાર છે. આથી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીમાં તૈયારીઓની દોડધામ શરૂ થઇ છે.

નાના કેરાળામાં મતદાર ન હોવા છતાં અનામત
નાના કેરાળા ગામમાં હાલ અનુસુચીત જન જાતીનો એક પણ મતદાર રહેતો નથી. આમ છતા સરપંચની બેઠક અનુસુચીત જન જાતી અનામત જાહેર થઇ હતી. આથી વારંવાર પેટાચૂંટણી જાહેર કરવા છતા ચૂંટણીના ફોર્મ ભરાતા નથી. આમને આમ ત્રણ વર્ષ થવા છતા કાયદાકીય કે બંધારણીય ગુંચ ન ઉકેલાતા વારંવાર સરપંચ ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડે છે.

બલદાણાની બેઠક બિનહરીફ થઇ શકે
વઢવાણ તાલુકાના 10 ગામોમાં પેટા ચૂંટણી જાહેર થઇ છે. જેમાં બલદાણા ગામમાં વોર્ડનં.5ની બીન અનામત બેઠક માટે પટેલ મુકેશભાઇએ એક માત્ર ફોર્મ ભર્યુ છે. આથી આ બેઠક બીનહરીફ થનાર છે. જ્યારે અન્ય પાંચ ગામોમાં પણ મતદાન ન થાય અને બીન હરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો