તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીના બે દિવસ પહેલા અઢી ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 5 ઇંચ જેટલો પડ્યો છે, જ્યારે સીઝનનો વરસાદ 138 ટકાને પાર પહોંચ્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રિ પર્વની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે મેઘરાજાએ ફરી એકવાર નવી ઇનીંગ શરૂ કરતા ગરબા આયોજકો મુંઝવણમાં મૂકાયા છે. ગુરૂવાર રાતથી જિલ્લામાં શરૂ થયેલ વરસાદ શુક્રવાર પણ દિવસરભર ધીમીધારે વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં પાંચ ઇંચ જેટલો પડયો છે. જયારે સીઝનનો વરસાદ 138 ટકાને પાર પહોંચ્યો છે. 

વરસાદને લીધે ખેતરોમાં સતત પાણી ભરાઇ ગયા હત. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ગુરૂવારે રાત્રે વરસાદ પડવાનો શરૂ થયો હતો. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને અને ખાસ કરીને શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પરેશાની થઇ હતી. વરસાદના લીધે દાળમીલ રોડ પર આંબલીનું વૃક્ષ ધરાશાયી થયુ હતુ. પરંતુ તેના લીધે કોઇ જાનહાની થઇ ન હતી. જયારે જિલ્લામાં હજુ ત્રણ-ચાર દિવસ હળવો વરસાદ પડે તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
 

વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી  વળ્યુ
ધ્રાંગધ્રામાં ગાજવિજ સાથે ધીમી ધારે વરસાદ પડતાં શહેરની મેઈન બજાર, શકિત ચોક, રાજકમલ ચોક, ઝાલા રોડ સહીતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદ પડતાં નદી નાળામાં પાણીની નવી આવક આવી છે. ફલકુ નદીના પટમાં આવન જાવન નહી કરવા તંત્ર દ્વારા જણાવવામા આવ્યું છે. આમ સતત વરસાદ પડતા પાકને નુકસાન થતા ખેડુતો મુશ્કેલીમા મુકાયા છે. ચોમાસુ પાક મગફળી, તલ, કપાસ, બાજરી, જુવાર અને શાકભાજીના પાક ઉપર પાણી આવી ગયા છે. વરસાદ પડવાને લીધે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થતા ખેડુતો મુશ્કેલીમા મુકાઇ ગયા છે. પાક રૂપી કોળીયો મોમા આવતા જુટવાઈ ગયો છે. આ અંગે ખેડુત હસમુખભાઈ પટેલ, રઘુભા ઝાલાએ જણાવ્યું કે ભારે વરસાદ કપાસના ઝીંડવા અને ફાલ ખરી જવા, તલ, બાજરી, જુવાર, મગફળી અને શાકભાજીના પાકમાં પાણી ભરાતા ભારે નુકશાન થયુ છે. આ અંગે કૃષી નિષ્ણાત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે મોટાભાગનો ચોમાસુ પાક પાક પર આવી ગયો છે ત્યારે વરસાદ પડતા ભાણી ભરાતા નુકસાન થાય છે.

લખતર: લખતરના કડુ, ઓળક, કળમ, ડેરવાળા, છારદ, અણિયાળી, તલસાણા, ભાથરીયા, ભડવાણા, સાકર સહિતનાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી રોજ સાંજે પડતા વરસાદે ગઈ તા.૨૬ સપ્ટેમ્બરની રાત્રે જાણે માઝા મૂકી હોય તેમ વરસીને પંથકને લીલા દુષ્કાળની યાદ અપાવી હોય તેમ ગઈ રાત્રીના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં લખતર શહેર સહિત બે થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું ગ્રામ્યવાસીઓ જણાવે છે. અને ઉપરવાસનાં આ વરસાદને કારણે તાલુકામાંથી પસાર થતી ઉમઈ નદી તેમજ બીજા ખાતરાઓ બે કાંઠે વહી રહ્યા જોવા મળે છે. જ્યારે ગઈરાતનાં વરસાદને લીધે મોઢવાણા ગામે મકાનની દિવાલ ધસી પડતાં જાન-હાનિ ટળી છે. પરંતુ ઘરવખરીને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.

ચુડા: ચુડા તાલુકામાં મેઘાફત સતત જળવાયેલી છે. જ્યાં પણ નજર કરીએ ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે.
લીંબડી : લીંબડી તાલુકામાં વરસાદની સૌથી વધુ માઠી અસર ગ્રામ્ય વિસ્તારોમાં દેખાય છે. નળકાંઠા વિસ્તારના અનેક ગામોના બેઠા પુલ પર પાણી ફરી વળતા લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. 
હળવદ: હળવદના સરા રોડ, શકિત ટોકીઝ રોડ, બસસ્ટેશન પાછળ, ભવાનીનગર ઢોરા,  દિવ્ય પાર્ક સોસાયટી, બજરંગપાર્ક,  અન્નશ્રેત્ર રોડ, કરાંચી કોલોની, ધ્રાંગધ્રા દરવાજા સહિતના નિચાળવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે તાલુકાના  સાપકડા, ભલગામડા, વેગડવાવ, માનગઢ, અજીતગઢ, ઘનશ્યામગઢ, મિયાણી, ખોડ, જોગડ, શકિતનગર, માલણીયાદ, ઘનશ્યામ પુર, ભલગામડા, મેરૂપર, દિધડીયા, કેદારીયા, સુસવાવ  સહિતના ગામોમા વરસાદ પડતાં સવારેથી સાંજે સુધી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. હળવદનુ સામતસર તળાવ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું

અન્ય સમાચારો પણ છે...