પ્રમાણપત્રમાં એકના બદલે ત્રણ ફોટા ! અરજદારો મુંઝવણમાં મુકાયા 

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ મામલતદાર કચેરીમાં અરજદારો મૂંઝવણમાં મૂકાયા
  • કમ્પ્યૂટર ઓપરેટરથી આવું ક્યારેક જ થાય છે :  મામ. ડી.જી. બરોલીયા

વઢવાણ: વઢવાણ  મામલતદાર કચેરીમાં વિવિધ દાખલાઓ મેળવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે દાખલામાં એક ફોટાને બદલે અન્ય બે ત્રણ ફોટા પ્રમાણપત્રમાં જોવા મળતા નવી મુસીબત જોવા મળી રહી છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અરજદારોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ ઉઠી છે.

વઢવાણ પંથકના હજારો લોકોને જરૂરી દાખલાઓ માટે મામલતદાર કચેરીએ લાંબી લાઇનોમાં ઉભા રહેવુ પડે છે. જેમાં વઢવાણ તાલુકાના 45 ગામો, નગરપાલિકા વિસ્તારના અરજદારોને હાલાકી પડી રહી છે. જેમાં આવકના દાખલા, 7-12, 8-અ, વિવિધ પ્રમાણપત્રો મેળવવા અરજદારોને અભિમન્યુના સાતકોઠા વિંધવાનો ઘાટ સર્જાયો છે. 

વઢવાણ મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રમાં ફોટો ફરજિયાત છે. પરંતુ એક સાથે બે ત્રણ વ્યક્તિના ફોટાવાળા પ્રમાણપત્ર જોવા મળી રહ્યા છે. આથી કોનું પ્રમાણપત્ર છે તે કહેવુ મુશ્કેલરૂપ બની ગયુ છે. આ અંગે રાજેશભાઇ બારમેડા,કંસારા ભાલચંદભાઈ વગેરે જણાવ્યું કે, અમોને આપવામાં આવેલ પ્રમાણપત્રમાં બે-ત્રણ ફોટા જોવા  મળ્યા હતા. આ અંગે મામલતદાર કચેરીમાં રજૂઆતો  પણ કરાઇ છે.  જ્યારે ઇન્ચાર્જ  મામલતદાર ડી.જી.બરોલીયાએ જણાવ્યું કે, ક્યારેક આવુ કમ્પ્યૂટર ઓપરેટરથી થયુ છે.  છતાં  અરજદારનો ફોટો ચોડીને નવુ પ્રમાણપત્ર  આપવાનું જણાવ્યુ છે.