તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી દવાખાનામાં 11 ડોક્ટરની જગ્યા ભરવાની માગ સાથે ધ્રાંગધ્રાં સજ્જડ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી દવાખાનામાં ડોક્ટરોની ઘટને લઇને જનાક્રોશ સાથે રેલી યોજવામાં આવી

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં લાંબા સમયથી સરકારી દવાખાનામાં ડોકટરની 11 જેટલી જગ્યા ખાલી હોવાથી લોકોને મુશ્કેલીઓ પડે છે. જગ્યા ભરવા રજુઆત કરવામાં આવી છતા કોઇ પગલા નહી લેવાયા ન હતા. આથી ધ્રાંગધ્રા બંધનુ એલાન આપવામાં આવતા ધ્રાંગધ્રા સજજડ બંધ રાખીને લોકો જનઆક્રોશ સાથે રેલી યોજી હતી.

શહેરીજનોએ જનઆક્રોશ સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કર્યા
ધ્રાગધ્રા શહેરમા છેલ્લા કેટલાક સમયથી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ છે. જેના લીધે સામાન્ય અને ગરીબ લોકોની સાથે શહેરના રહિશોને તાત્કાલિક સારવારમાં ખુબજ તકલીફ પડે છે. આ મુદ્દાને લઇને ધ્રાગધ્રા દયાવાન ગ્રુપ, બજરંગદળ, વિએચપી,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ, સિનિયલ સીટીઝન, વિવિધ સમાજ, પત્રકારો, સામાજીક કાર્યકરો દ્વારા ઝુંબેશ શરૂ કરી આંદોલનનુ રણશીંગુ ફુકાયુ છે. ત્યારે તા. 26 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ શહેર બંધનુ એલાન અપાયુ હતુ. આથી બંધના એલાનને લઈને સવારથી ધ્રાંગધ્રા સજ્જડ બંધ રહ્યુ હતુ. અને લારીગલ્લા, દુકાનો, શાકમાર્કેટ સહિતના લોકો બંધમાં જોડાયા હતાં. ત્યારે શહેરીજનો દ્વારા જનઆક્રોશ સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી ડોકટરોની ખાલી જગ્યા ભરવાની માગંણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર કચેરીએ જઇને લોકોએ આવેદનપત્ર આપ્યુ હતુ. બીજી તરફ શહેર શાંતિપ્રિય રીતે બંધ રહ્યુ હતું. ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન નીચે સીટી પીઆઈ ખુમાનસિંહ વાળા અને સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

લોકોએ સુત્રોચારી કરી રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું
લોકોએ જનઆક્રોશ સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી ડોકટરોની ખાલી જગ્યા ભરવાની માગંણી સાથે નાયબ કલેકટર કચેરીએ જઇને આવેદનર આપ્યુ હતુ.

સરકારી હોસ્પિટલમાં ડોક્ટર થોડા સમય જ ટકે છે
ધ્રાંગધ્રામાં મોટાભાગના ડોકટર થોડા સમય રહે છે. બાદમા એનકેન પ્રકારે બદલી કરાવી અથવા રાજીનામુ આપી જતા રહે. અને જગ્યાઓ ખાલીની ખાલી રહે છે લાંબા સમયથી આવુ જ ચાલુ હોવાની બૂમરાણો ઉઠી છે.

હવે જગ્યા ભરાય તો લોકો હેરાન થતા બચે
વિસ્તાર લોકોની લાંબા સમયથી માંગ નહી સંતોષાતા આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો. ડોકટર ની જગ્યા ભરાય તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન થતા બચી જાય- સીઘુભાઈ રાજપરા, ધ્રાંગધ્રા સામાજિક કાર્યકર

દરખાસ્ત કરીને રાજય સરકારને જાણ કરી છે
ડોકટરની ખાલી જગ્યા ભરવા માટે અગાઉ રાજય સરકારને દરખાસ્ત કરીને જાણ કરી કાર્યવાહી કરવામાં આવી છે. અને હોસ્પિટલમાં ધ્રાંગધ્રાના લોકલ નિષ્ણાંત ડોકટરની સેવા ચાલુ છે- ડો કમલેશ ધરેજીયા, સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા

અન્ય સમાચારો પણ છે...