તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડની જમીનને કૃષિ સાહસિકોએ સુવર્ણભૂમિ બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક્ઝોટિક પેદાશોનું પુષ્કળ ઉત્પાદન કરી વિસ્તારની કાયાપલટ કરી

વઢવાણ: ખડ, ખાખરા અને પાણાનો ન કોઇ પાર એવી ઝાલાવાડની ઉજ્જડ જમીન ૫ર કૃષિસાહસિકોએ એકઝોટિક ફળ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. ઝાલાવાડના ખેડૂતોએ પરંપરાગત પાકોને બદલે નવી ક્રાંતિકારી ટેક્નોલોજીને અમલમાં મૂકી ઝાલાવાડની ઉજ્જડ જમીનને સોનું પકવતી ધરતીમાં ફેરવી દીધી છે. ઝાલાવાડમાં દાયકાઓથી જુવાર, બાજરી, કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાક લેવાતા હતા. આ સમયે ચોમાસુ નિષ્ફળ જાય તો ખેડૂતો બિચારા તેના કિસ્મતને કોસતો કુદરતનો સામનો કરતો હતો. 

હાલ ઝાલાવાડના કૃષિ સાહસિકોએ ઝાલાવાડની ઉજ્જડ જમીન પર એકઝોટિક ફળ અને શાકભાજીની નવી ટેક્નોલોજીનો અમલ કરી ઉજ્જડ જમીનને સોનું પકવતી ધરતીમાં ફેરવી દીધી છે. ઝાલાવાડના યુવા ખેડૂતોએ પરંપરાગત પાક એવા કપાસ અને મગફળીના સ્થાને ઉંચું વળતર આપતી પ્રિમિયમ કૃષિ પેદાશની ખેતી અપનાવી છે. ઝાલાવાડની સૂકી જમીન એકઝોટિક ફળ અને શાકભાજી સાથે તાલ મીલાવી રહી છે. ઝાલાવાડના કૃષિ સાહસિકોએ બી વગરના તાઈવાનના પપૈયા, ચોરસ તડબૂચ, કેળા, દાડમ, આંબળા, કેરી, ઇંડા આકારના રીંગણા જેવી એકઝોટિક પેદાશોનું પુષ્કળ ઉત્પાદન કરી સમગ્ર વિસ્તારની કાયાપલટ કરી દીધી છે.

ઝાલાવાડ વિસ્તારમાં કેરી, કાજુ અને કેળાની નવી ખેતી
ઝાલાવાડના જિતેન્દ્રસિંહ નામના ખેડૂતે ૨૫ એકર જમીન પર કેળાની ખેતી કરી હતી. જિતેન્દ્રસિંહે કેળાના રોપો મેળવવા પ્રતિ નંગ રૂ. ૧૪નો ખર્ચ કર્યો હતો. જ્યારે હળવદ પંથકના પ્રગતિશીલ ખેડૂતો કાજુની સફળ ખેતી કરી છે. આ કાજુ વલસાડ, ડાંગ અને ગોવાના કાજુને ટક્કર મારે તેવા છે. જ્યારે વઢવાણ તાલુકાના વેળાવદર, ધ્રાંગધ્રા તાલુકાનો રાયગઢ વિસ્તારોમાં કેરી, આંબળા અને દાડમનું પુષ્કળ વાવેતર કરાયું છે.

કૃષિ સહાયકોનું આશરે 10 કરોડનું ટન ઓવર
ઝાલાવાડ કૃષિ સહાયકોએ નવી કૃષિ ટેક્નોલોજી અને અથાક પરિશ્રમને કારણે આશરે રૂ.10 કરોડનું ટન ઓવર હાંસલ કર્યું છે. ઝાલાવાડના એકઝોટિક પપૈયા, કેળા, કાજુ, શાકભાજી સહિતની પેદાશો દૂબઇ, પાકિસ્તાન, અમેરિકામાં મોટાપાયે નિકાસ થાય છે. જેને પગલે તેમને સારીએવી આવક થાય છે.

અન્ય સમાચારો પણ છે...