મૂળી / ના પાડી છતાં રમો છો કહી શિક્ષક વર્ગખંડમાં જ 20 વિદ્યાર્થીઓ પર લાકડી લઇ તુટી પડ્યો, 15 છાત્રોને હોસ્પિટલ ખસેડાયા

Teacher beat 20 students in classroom in muli

  • મૂળી તાલુકાના ધોળીયા ગામની પ્રાથમિક શાળામાં બનાવ બન્યો, મૂળ ખેડાના શિક્ષક સામે સરપંચની ફરિયાદ
  • ધો.6થી 8ના બાળકોને શાળા છૂટ્યા બાદ માર મારતાં ઘરે જઇ જાણ કરી
  • મેદાનમાં રમતાં બાળકોને રૂમમાં લઇ જઇ બેફામ મારમારતાં 15 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઇ જવા પડ્યાં

Divyabhaskar.com

Jul 12, 2019, 03:46 PM IST

મૂળીઃ મૂળી તાલુકાનાં ધોળીયા ગામે બુધવારે 20 જેટલા વિદ્યાર્થીઓને મે નાં પાડી તેમ છતાં કેમ રમો છો કહી રૂમમાં પુરી શિક્ષકે સોટી વડે માર મારતા સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી છે. મૂળ ખેડા જિલ્લાના વતની દેવેન્દ્રભાઇ ઝાલા મૂળીના ધોળીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 13 વર્ષથી ધો. 4 અને 5ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને સાથે તેમના પત્ની દક્ષાબેન પણ ત્યાં જ શિક્ષિકા છે.

ધોળીયા ગામમાં જ વાડી લઇ તેમાં મકાન બનાવી દંપતી રહે છે. બુધવારે સાંજે 4 વાગ્યા આસપાસ શાળામાં ધો. 6 થી 8ના 20 વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા. ત્યારે શિક્ષક દેવેન્દ્રભાઇ ઝાલાએ તમને રમવાનું કોને કીધું તેમ કહી રૂમમાં બેસવા જણાવ્યું હતુ. જેથી બાળકો રૂમમાં જતા 5 વાગે શાળા છૂટ્યા બાદ રૂમમાં વિદ્યાર્થીઓને છુટ્ટા હાથે તેમજ લાકડી વડે બેફામ માર માર્યો હતો. બાળકોએ ઘરે જઇને વાલીઓને હકીકત જણાવી હતી. આથી 15થી વધુ બાળકોને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. બનાવની જાણ થતાં સરપંચ જશરાજભાઇ સાતોલા આવ્યાં હતાં.

અમોને બીજા શિક્ષકે રમવાનું કહ્યું હતું : છાત્રો
આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમને શાળાના બીજા શિક્ષકે રમવાનું કહેતા અમે મેદાનમાં હતા. જેથી શિક્ષક દેવેન્દ્રભાઇ ગુસ્સે ભરાતાં કલાસરૂમમાં પૂરીને બધાને સોટી વડે ઢોર માર માર્યો હતો. જેથી સારવાર લેવા આવ્યા છીએ.

શિક્ષણ વિભાગમાંથી કોઇ ફરક્યું જ નહીં
બુધવારે સાંજે બનાવ બનતા તુરંત જ અમોએ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી હતી. આવી ગંભીર ઘટના હોવા છતાં કોઇ અધિકારીએ 12 કલાક સુધી વિદ્યાર્થીઓની કે શાળાની મુલાકાત લેવાની પણ તસ્દી લીધી ન હતી. કોઇ વાલી શિક્ષકને હાની પહોંચાડશે તો અમારી કોઇ જવાબદારી રહેશે નહીં. - જશરાજભાઇ સાતોલા, સરપંચ

શિક્ષકને કારણદર્શક નોટિસ અપાઇ
મૂળી તાલુકાના ધોળીયા ગામે બનેલા બનાવની જાણ થતાં વિદ્યાર્થીઓની અને શાળાની ગુરૂવારે સવારે રૂબરૂ મુલાકાત લેવાઇ હતી.આ બનાવમાં હાલ શિક્ષકને કારણદર્શક નોટીસ પાઠવી બે દિવસમાં જવાબ રજૂ કરવા જણાવાયુ છે. ત્યારબાદ તેમની સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી થશે. - એચ.એચ.ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

X
Teacher beat 20 students in classroom in muli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી