તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં બિયારણ વાવેતર વધ્યું, રવી પાકનું મબલખ ઉત્પાદન થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઝાલાવાડમાં ઘઉં, ચણા, જીરું સહિતના પાકોનું વાવેતર ગત વર્ષે 1.72 લાખ હેક્ટરમાં હતું, આ વર્ષે 1.80 લાખે પહોંચ્યું
 • અતિવૃષ્ટિના માર બાદ ખેડૂતો રવીપાક તરફ વળ્યા, હવે નુકસાની સરભર થશે
 • ગત વર્ષ કરતાં ચણાના બિયારણમાં 4 ગણી વધારે ખરીદી

વઢવાણ: ઝાલાવાડમાં સૌથી મોટા ચોમાસાને લીધે ખેડૂતો રવિપાક તરફ વળ્યા છે. ત્યારે ચણાના વાવેતર માટે બિયારણની ખરીદી થઇ છે. જ્યારે ઘઉં, વરીયાળી અને જીરૂના બિયારણની ખરીદી પણ વધી છે. આથી રવિપાકનું વાવેતર પણ વધુ થતા ઉત્પાદન પણ બમણુ થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદને લીધે કપાસ, જાર, એરંડા, મગફળી અને તલના પાકને ભારે નુકશાન થયુ છે. ઝાલાવાડમાં ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિપાકનું વાવેતર બમણુ કરી ખોટને સરભર કરવા દોડઘામ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગતવર્ષ 18-19ના વર્ષમાં 1500 ક્વિન્ટલે પહોંચ્યુ છે. 


ઘઉં, જીરૂ અને વરીયાળીના બિયારણમાં પણ નોંધપાત્ર ખરીદી થઇ છે. આ અંગે બીજનિગમ સુરેન્દ્રનગર જિલ્લા ડેપો ઇનચાર્જ મુકેશભાઇ ધડવીએ જણાવ્યુ કે દિવાળી પછી રવિપાકના બિયારણની ખરીદી વધી છે. જેમાં ચણાના બિયારણમાં ચાર ગણી વધારે ખરીદી છે. ખોડૂતોને નર્મદાનું પાણી અને ખાતર માટે દોડધામ કરી રહ્યા છે. આ અંગે પટેલ મુકેશભાઇ, રૂપસંગભાઇ અસવાર વગેરેએ જણાવ્યુ કે રવિપાકનું વાવેતર કર્યુ છે. ત્યારે સરકાર નર્મદાનું પાણી અને ખાતર સમયસર આપશે તો ઉત્પાદન વધશે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે સૌથી લાંબા ચોમાસાને પગલે જિલ્લાના મોટાભાગના ખેડૂતો રવિપાક તરફ વળ્યા છે. તો બિયારણ વાવેતર વધતાં સારા ઉત્પાદનની આશા વચ્ચે નુકસાની સરભર થવાની આશા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો