તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં મેઘસવારી જારી: લીંબડી-ચૂડામાં 1 ઇંચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લખતરનું સાકર ગામ વરસાદની અસરથી સંપર્કવિહોણું બન્યું, શનિવારે પાણી ઓસરતા લોકોને હાશકારો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લીંબડી અને ચૂડામાં 1 ઇંચ વરસાદના વાવડ છે. જિલ્લામાં એક તરફ નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. બીજી તરફ મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે. જોડીયા શહેરોમાં બપોરે બે કલાક સૂર્ય નારાયણ તપ્યા હતા. બાદમાં સાંજના સમયે ફરી એક રાઉન્ડ વરસાદનો થયો હતો. જ્યારે ચોટીલા પંથકમાં શનિવારે બપોરે બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. 

જ્યારે હળવદમાં નિચાળવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.  રાણેકપર રોડ પર આવેલ આનંદ બંગ્લોઝ સોસાયટીમાં 200 ફુટ લાંબી દિવાલ ધરાશયી થઇ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. ઢવાણા, દિધડીયા, ભલગામડા, સાપકડા, સહિતના મોટા ભાગના ગામોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું.  જ્યારે લખતરનું સાકર ગામ વરસાદની અસરથી સંપર્ક વિહોણું બન્યું હતું. શનિવારે પાણી ઓસરતાં પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ મકવાણાએ સાકરની મુલાકાત લીધી હતી. 

અન્ય સમાચારો પણ છે...