તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની ગાંધીગીરી : 600 વાહનચાલકોને ગુલાબના ફૂલ આપ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઝાલાવાડમાં 31મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી : તા.11 થી 17 જાન્યુઆરી સુધી વાહનચાલકોને માર્ગદર્શન અપાશે
 • ‘રસ્તા વચ્ચે જે ચાલે, પોતે મરે, અન્યને પણ મારે ’ કહીં પોલીસે નિયમો પાળવા કહ્યું
 • ‘હેલ્મેટ પહેરીને નિકળવુ, ચાલુ વાહને ફોન પર વાત ન કરો’

સુરેનદ્રનગર: ઝાલાવાડમાં તા.11 શનિવારથી તા.17 શુક્રવાર સુધી 31મો માર્ગ સલામતી સપ્તાહ-2020ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક શાખા દ્વારા વાહન ચલાવતી વખતે જરૂરી ચેતવણી સાથે સાથે નિયમન સૂચનો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  ટુ વ્હીલર, ફોરવ્હીલર સહિતના વાહનચાલકો સહિત અંદાજે 600થી વધુ લોકોને ગુલાબ આપીને માહિતગાર કરાયા હતા. 
આ પ્રસંગે સુરેન્દ્રનગર ટ્રાફિક કચેરીએ યોજાયેલા કાર્યક્રમમાં સીપીઆઈ કે.એચ.ત્રિવેદી, આરટીઓ ઇન્સ્પેકટર એમ.એ.પંચાલ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ રવીભાઈ, ઉપપ્રમુખ દેવન્દ્રસિંહ ઝાલા, સામાજીક કાર્યકર જીતુભાઈ ચાવડા, ભાવેશભાઈ, એસટી ડેપોના પી.આર.રાણા, રાજુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ બાઇકચાલકોને હેલ્મેટ ઘરેથી જ પહેરીને નિકળવુ, ચાલુ વાહને મોબાઇલ પર વાત ન કરો, નંબર પ્લેટ લખાવેલી રાખવી,નિયત કરેલ જગ્યાએ જ પાર્કિંગ વાહન પાર્ક કરવુ સહિતના નિયમોનું પાલન કરવા તેમજ ચેતવણી રૂપે રસ્તા વચ્ચે જે ચાલે, પોતે મરે અને અન્યને પણ મારે સહિતનું માર્ગદર્શન અપાયુ હતુ. આ કાર્યને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર ટ્રાફિક શાખાના  પીએસઆઈ વી.પી.સોલંકી, પીએસઆઈ એમ.એમ.માલકીયા,અજીતસિંહ સોલંકી,દેવજીભાઈ પઢેરીયા સહિતની ટીમે કામગીરી કરી હતી.

જિલ્લા પોલીસતંત્રનો વાહન ચાલકોને 2020નો સંદેશ
જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા તેમજ ટ્રાફિક પીએસઆઈ દ્વારા ટ્રકચાલક, બાઇકચાલક સહિતના ચાલકોને શુભેચ્છા સંદેશ-2020 આપ્યો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, નવુ વર્ષ મંગલમય રહે અને તમારી અને બીજાની જીંદગી સલામત રહે તે માટે ઓવરલોડ સામાન ન ભરો તેમજ કેફી પીણુ પી વાહન ન ચલાવો, ચાલુ ડ્રાઇવિંગે મોબઇલ ઉપર વાત ન કરો, રોડ ઉપર અકસ્માત ન થાય તે રેતી ટ્રકને ઉભો રાખવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો