તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક તક પોલીસને : 27 અરજદારે વ્યાજખોરી, મિલ્કત પચાવનારા સામે કાર્યવાહીની માંગ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સવારથી જ અરજદારો ઉમટી પડયા

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા શનીવારે એક તક પોલીસને કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાના વિવિધ 27 અરજદારોને વ્યાજખોરો અને મિલકત પચાવી પાડનાર લોકો સામેની પોતાની વ્યથા પોલીસ સમક્ષ વર્ણવી હતી. પોલીસ અધિકારીઓએ તમામને સાંભળી તેમની સમસ્યાનો ત્વરીત નિકાલ કરવા જણાવ્યુ હતુ. તા. 11 જાન્યુઆરીના રોજ તાલીમ ભવન, જિલ્લા પોલીસ વડાની કચેરી પાસે, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સવારથી જ અરજદારો ઉમટી પડયા હતા. જેમાં વ્યાજખોરો દ્વારા અપાતી ધમકીની સાથે સાથે દુકાન અને ખેતરો પચાવી પાડવાના કિસ્સા બહાર આવ્યા હતા.
 
ડીવાયએસપી ડી.વી.બસીયા, પ્રોબેશનલ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના અધિકારીઓએ એક પછી એક અરજદારોને સાંભળ્યા હતા. અને ત્યારબાદ જે તે પોલીસ સ્ટેશનને આ અરજદારની અરજી મોકલાઇ છે. સવારના 11 કલાકથી શરૂ થઇ સાંજના પાંચ કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં 27 અરજદારોએ રજૂઆતો કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં તગડા વ્યાજે રૂપીયા આપીને લોકોને ફસાવીને તેમની મિલકત હડપ કરી લઇ બરબાદ કરી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પોતાનું સર્વસ્વ ગુમાવી દેનાર વ્યકિત પાસે મોત સીવાય બીજો કોઇ રસ્તો રહેતો નથી. આવી રીતે જ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અણીન્દ્રા ગામના ઉધોગપતીએ આત્મહત્યા કરવી પડી હતી. આથી વ્યાજના ચકકરમાં ફસાયેલા લોકોની આપવીતી સાંભળવા એક તક પોલીસના નામથી વ્યાજ અને દબાણ આ બે જ મુદાને લઇને લોક દરબાર યોજવાનું આયોજન કરાયુ હતુ.

15 દિવસમાં રજૂઆતોનો નિકાલ લવાશે
છેલ્લા શનીવારે યોજાયેલા કાર્યક્રમમાં આવેલ 27 રજૂઆતો જે તે વિસ્તારના થાણા અધિકારીઓને આપી દેવાઇ છે. જેમાં સૌ પ્રથમ બન્ને પક્ષોનો સંપર્ક કરાશે. તેમ છતાં જો પ્રશ્ન હલ ન થાય તો પોલીસ કાર્યવાહી કરવા પણ જણાવાયુ છે. તમામ રજૂઆતોનો 15 દિવસમાં નિકાલ લાવવાશે. મહેન્દ્ર બગડીયા, જિલ્લા પોલીસ વડા

દુકાનનો કબજો પરત અપાવો
હું વઢવાણના રામપરામાં રહુ છુ. મારી સુરેન્દ્રનગરના લાલગુરૂ ચેમ્બર્સની દુકાનમાં મારા દીકરા જયંતી અને તેના મિત્રએ ભાગીદારીમાં ગેરેજ શરૂ કર્યુ હતુ. પરંતુ ભાગીદારે ગેરેજ પર કબજો જમાવી લીધો છે. તેના ટેકસ સહિતની રકમ હું ભરૂ છુ. મને તેની થી દુકાનનો કબજો પરત અપાવો. - પોપટભાઇ મોહનભાઇ પટેલ, રામપરા

પડોશીએ ખેતર પચાવી પાડ્યું 
હું થાનની જય અંબે સોસાયટીમાં રહુ છુઁ. રૂપાવટીના માર્ગે વડિલોપાર્જીત પડતર જમીન આવેલી છે. ત્યારે બાજુના ખેતરવાળાએ અમારી જમીન પર કબજો કરી વાવેતર શરૂ કરી દીધુ છે. મારા મૃતક મોટાભાઇ દેવશીભાઇએ તેમની પાસેથી વ્યાજે પૈસા લીધા હોવાનું કહી અમારા કબજો અમને આપતા નથી. - રઘુભાઇ બહુકીયા, થાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો