પાટડીની BOBમાં લોન પાસ કરાવવા 3% કમિશન માગતા મેનેજર સામે ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને એકલા કેબિનમાં આવો કહેતાં આક્રોશ

પાટડીઃ પાટડી બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા બેંકમાં જ એજન્ટો ગોઠવી ખાતેદારો પાસે લોન પાસ કરાવવાના 3% લેખે કમીશન માંગવામાં આવ્યુ હોવાથી ખાતેદારોએ હલ્લાબોલ મચાવી ફરિયાદ નોંધાવી છે.
 
પાટડી બેંક ઓફ બરોડા દ્વારા ખાતેદારોને મોટી લોન પેટે પહેલા વેલ્યુએશન, સ્ટેમ્પ અને વકિલ સહિત 20 થી 25 હજારનો ખર્ચો કરાવી પછી લોન પાસ નહીં થાય એવુ બહાનું આગળ ધરી દેવામાં આવે છે. ત્યારબાદ મેનેજેરના ખાનગી એજન્ટો દ્વારા જે તે ખાતેદાર પાસે લોન પાસ કરાવવાના 3% લેખે કમીશન માંગવામાં આવે છે.આથી રોષે ભરાયેલા મહેશ ઠાકર, યોગેશ શર્મા અને સતિષ ચંદારાણા સહિતના ખાતેદારોએ બેંકમાં ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. અને બેંકના છેલ્લા 3 મહિનાના સીસીટીવી ફૂટેજમાં બેંક મેનેજર રાજેન્દ્રપ્રસાદની ચેમ્બરમાં આખો દિવસ કોણ કોણ એજન્ટ બેસીને દલાલી કરે છે.
 
બેંકમાં આંગણવાડીનું ખાતુ ધરાવતા હેતલબેન ચંદારાણા અને સતિષ ચંદારાણાને મેનેજરે ખાતુ બંધ હોવાનું જણાવી ઉધ્ધતાઇભર્યો જવાબ આપવાની સાથે હેતલબેનને પતિને લઇને નહીં પરંતુ એકલા કેબીનમાં આવશો તો તરત કામ થઇ જશે એમ જણાવતા ફરિયાદ નોંધાઇ છે.
 

હું ફૂટેજના આધારે કાઉન્ટર ફરિયાદ નોંધાવીશ
બપોરે કેટલાક લોકોએ ચાલુ બેંકે આવી દેકારો મચાવ્યો હતો. જેના સીસીટીવી કૂટેજના આધારે હું પણ સામે કાઉન્ટર ફરીયાદ નોંધાવીશ. અને હાં બેંકમાં મારા કોઇ એજન્ટ નથી એ બિલ્કુલ ખોટી વાત છે. અને મહિલા સાથે અભદ્ર વ્યવહારની વાત છે તો બેંકના સીસીટીવી 24 કલાક ચાંલુ જ હોય છે એને તપાસવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. - રાજેન્દ્ર પ્રસાદ,મેનેજર, બેંક ઓફ બરોડા, પાટડી શાખા