હત્યા / થાનગઢ: SC યુવાનના માથામાં કુહાડીનો ઘા ઝીંકીને ઢીમ ઢાળી દેવાયુ, તેના કાકા ફાયરિંગમાં ઘાયલ

murder of schedule cast young man and firing on his uncle in navagam of thangadh in surendranagar district

  • અન્ય યુવાનના જૂના કેસમાં શોધખોળમાં નીકળેલા કાઠી શખ્સોએ હુમલો કર્યો
  • હત્યા અને હત્યાના પ્રયાસના બનાવમાં થાનગઢ અને સુરેન્દ્રનગર પોલીસે તપાસ હાથ ધરી

Divyabhaskar.com

Jun 13, 2019, 11:55 AM IST

સુરેન્દ્રનગર: થાનગઢના નવાગામ આંબેડકરનગરમાં રહેતાં અનુસૂચિત જાતિના યુવાનને તેના ઘર પાસે કાઠી શખ્સોએ માથામાં કૂહાડી ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેને બચાવવા જતાં તેના કાકા પર ફાયરિંગ કરતાં તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. હતભાગીના પરિજનોનું કહેવું હતું કે, કાઠી યુવાનોને જેમની સાથે મનદુઃખ હતું તેની શોધમાં આવ્યા હતા. પરંતુ તેનું ઘર ન બતાવતા તેના પર હુમલો કરાયો હતો. ઘટના બાદ સુરેન્દ્રનગર પોલીસ અને થાનગઢ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યા મામલે ગુનો નોંધવા કાર્યવાહી સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભત્રીજાને બચાવવા કાકા દોડતા તેને પણ ઈજા
નવાગામના પ્રકાશ કાંતિભાઈ પરમાર (ઉં.વ.35 ) રાત્રે સાડા દસેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતાં અને ગાળો ભાંડવા લાગ્યા હતી. ત્યારબાદ પ્રકાશને ઘર બહાર ખેંચીને એક શખ્સે તેના માથામાં કુહાડી ઝીંકી દીધી હતી. બનાવને જોતા તેના કાકા સુરેશભાઇ દેવજીભાઇ પરમાર (ઉં.વ.30) બચાવવા દોડી જતાં તેના પર ફાયરિંગ કરાયું હતું. જેમાં તેમને પીઠમાં ઇજા પહોંચી હતી.
હુમલાખોર નાસી છૂટ્યા
લોકો ભેગા થતાં હોબાળો મચતાં હુમલાખોરો નાસી છૂટ્યા. હુમલામાં ઘાયલ થયેલા કાકા ભત્રીજાને થાનમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આવ્યા હતા. જ્યાં સિવિલ પોલીસ ચોકીના મહેન્દ્ર પરમાર અને દિપસિંહ ચૌહાણે થાન પોલીસને ઘટનાની જાણ કરી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રે પ્રકાશનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
બે બાળકોએ નાની ઉંમરે જ પિતા ગુમાવ્યો
પ્રકાશ બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં નોકરી કરતો હતો. પરિવારમાં પત્નીનું દયાબેન પર હવે તેના બે સંતાનની જવાબદારી આવી પડી છે. જેમાં ત્રણ વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રી છે.
હવામાં બે રાઉન્ડ ફાયરિંગ બાદ એક સુરેશભાઈ પર કર્યું
પ્રકાશના કુટુંબીજનોના જણાવ્યા અનુસાર, પાડોશમાં રહેતા બાબુ પરમારને અગાઉ કાઠી લોકો સાથે માથાકુટ થતા તેનો કેસ ચાલુ છે. આથી કાઠી લોકો બાબુને શોધવા આવ્યા હતાં અને ગાળાગાળી શરૂ કરી હતી. જેમાં પ્રકાશ ડેલીએ ઊભો હોવાથી તેને ખેંચીને બાબુનું ઘર બતાવવા કહ્યું હતું. પરંતુ તેણે ના પાડતાં તેના માથામાં કૂહાડી ઝીંકી હતી. કાકા સુરેશભાઇ બચાવવા જતાં હવામાં બે ભડાકા કરાયા બાદ તેના પર એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.

X
murder of schedule cast young man and firing on his uncle in navagam of thangadh in surendranagar district

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી