હળવદ / મયાપુર ગામે 15 ઘેટાં-બકરાનું મોત થતા જીવદયા પ્રેમીમાં રોષ

15 sheep and goats death in mayapur of halvad taluka

  • અચાનક ઘેટાં-બકરાના મોત થતાં પશુ ડોક્ટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ

Divyabhaskar.com

Jul 14, 2019, 05:50 PM IST

હળવદ: તાલુકાના મયાપુર ગામની સીમમાં રવિવારે એક બાદ એક 15 જેટલા ઘેટાં બકરાંનુ મોત થતાં પશુપાલકો અને જીવદયા પ્રેમીમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બનાવની જાણ હળવદ પશુ ડોક્ટરને થતાં ઘટનાસ્થળે સ્થળે દોડીને મૃતક ઘેટાં-બકરાનું પી એમ કરાતા ઝેરી ખોરાક ખાવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.
હળવદ પંથકમાં અવારનવાર પશુપક્ષીઓના ઝેરી ખોરાક ખાવાથી મોત થયાના બનાવ દિવસને દિવસે સામે આવે છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના મયાપુર ગામની લીબડીયા સીમમાં બન્યો હતો. મયાપુર ગામના ગેલાભાઈ ભરવાડ માલધારી ઘેટાં બકરા સીમમાં હતા. દરમિયાન વાડીમા ચરતા હતા ત્યારે ટપોટપ 15 જેટલા પશુનાં મોત થતાં ઘેટાં-બકરાના માલિક અને પશુપાલકો જીવદયા પ્રેમીમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
બનાવની જાણ ગામ લોકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા દોડી ગયા હતા. ત્યારબાદ બનાવની જાણ હળવદ પશુ ડોક્ટરને થતાં ઘટનાસ્થળે દોડીને મરેલા ઘેટાં-બકરાના સેમ્પલ લેવાયા હતા. હળવદ પશુ ડોક્ટર એન.ટી.નાયકપરાને પુછતા તેમણે જણાવ્યું હતું કે ઘેટાં બકરાનું વાડીમાં ઝેરી ખોરાક ખાવાથી પોઈઝન થવાથી મોત થયાનું પી એમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું.
(તસવીર અને માહિતી: કિશોર (કેશવ) પરમાર, હળવદ)

X
15 sheep and goats death in mayapur of halvad taluka
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી