તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની કસ્ટડીમાંથી હત્યા અને ફાયરિંગ કેસનો આરોપી ઘ્રાંગધ્રાથી ફરાર, મોરબી કોર્ટમાં મુદ્દત હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં હિતુભા સહિતના આરોપી પકડાયા તે સમયની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદમાં હિતુભા સહિતના આરોપી પકડાયા તે સમયની ફાઈલ તસવીર
  • 2018માં આરિફ મીર પર હિતુભા ઝાલા સહિતનાએ 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરતા તેનું મોત થયું હતું

સુરેન્દ્રનગર: મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસની  કસ્ટડીમાંથી આજે વહેલી સવારે નાસી છૂટ્યો છે. આજે મોરબી કોર્ટમાં તેની મુદ્દત હોવાથી પોલીસ જાપ્તાની ટીમ મોરબી લઈ જવા નીકળી હતી ત્યારે ઘ્રાંગઘ્રા ઓનેસ્ટ હોટલ પાસે ટીમ હોલ્ટ કર્યો હતો. દરમિયાન હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો.  આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે, તેમજ સ્થાનિક પોલીસ તેમજ અને જિલ્લા એલસીબી સહીતની પોલીસને જાણ કરવામાં આવી છે. આ મામલે જાપ્તામાં રહેલા PSI અને ત્રણ પોલીસકર્મીઓએ બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
સવારે 10 વાગ્યા આસપાસ આરોપી નાસી છૂટ્યો
હિતુન્દ્રસિંહ ઉર્ફ હિતુભા ઝાલાને સાબરમતી સેન્ટ્રલ જેલથી મોરબી સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાતો હતો. ત્યારે અમદાવાદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પર ફ્રેશ થવા માટે ગાડી ઊભી રખાઈ હતી. ત્યારે  આરોપી વ્હાઈટ કલરની ફોર્ય્યુનર જીજે18 જીબી 6093 કે 0093 નંબરની ફોર્ચ્યુનરમાં બેસીને નાસી છૂટ્યો હતો. સવારે 10 વાગ્યા આસપાસ બનાવ બન્યો હતો. દરમિયાન આ મામલે જાપ્તાના બનાવની સ્ટેટ પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરતા આસપાસના જિલ્લામાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.
PSI અને ત્રણ પોલીસકર્મીઓએ બેદરકારીનો કેસ દાખલ
અમદાવાદ- ધ્રાંગધ્રા હાઈવે પર ઓનેસ્ટ હોટલ પરથી મોરબીના ચકચારી હત્યા કેસના આરોપી હિતેન્દ્રસિંહ વાઘેલાના ફરાર થઈ જવા મામલે નરોડા પોલીસ સ્ટેશનના PSI એચ. આર. જેનાવત, શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરના એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ અને આરોપી હિતેન્દ્રસિંહ સહિતના લોકો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જાપતામાં રહેલા PSI અને ત્રણ પોલીસકર્મીઓએ બેદરકારી દાખવી હોવાથી આરોપી ગાડીમાં બેસી નાસી જતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

2018માં ફાયરિંગ અને હત્યા થઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસ
ેમ્બર-2018માં મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં આરિફ મીર પર હિતુભા ઝાલા સહિતના સાગરીતોએ 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરિફ મીર ઘવાયો હતો, જ્યારે 13 વર્ષના વિશાલ બાંભણીયાનું મોત થયું હતું. આ ઘટનામાં એક કિશોરીને પણ ઇજાઓ થઇ હતી.
અમદાવાદ રિંગ રોડ પર ઝડપાયો ત્યારે  બે શાર્પ શૂટર પણ સાથે હતા
એસ.પી. રિંગ રોડ પર શાંતિપુરા ચોકડી આસપાસ ફરાર આરોપીઓ હોવાની બાતમી એટીએસની ટીમને મળતા હિતુભા ઝાલા સહિતના આરોપીઓને બે મહિના પહેલા પકડ્યા હતા.  એટીએસની ટીમે કાળા રંગની નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાંથી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા પાસેથી 9 એમ.એમ.ની ઇમ્પોર્ટેડ પિસ્ટલ, 8 કારતૂસ મળી આવ્યા હતાં. જ્યારે કારના ચાલક ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને 5 કારતૂસ મળી આવ્યા હતાં. તેમની સાથે ઉત્તર પ્રદેશના બે શાર્પ શૂટર અંગ્રેજ ભવાનીપ્રસાદ ચૌધરી અને જીતેન્દ્ર મોર્ય તથા ખુમાનસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...