તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં ડબલ મર્ડર કેસનો આરોપી અમદાવાદમાંથી પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ચોટીલા અને લીંબડી હાઇવે પર ટ્રક ડ્રાઇવરનું ગળુ કાપી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલો રાજકોટનો સિરીયલ કિલર નિયલ મહેતા અમદાવાદમાં વધુ એક ખુની ખેલ ખેલે તે પહેલા જેલના બે સાગરીતો સાથે પોલીસના સાણસામાં આવી ગયો છે. પેરોલ પર છુટ્યા બાદ એક વર્ષથી ફરાર નિલય મહેતા એ કુલ છ હત્યાઓ કરી છે. ખુંખાર આરોપી ગળુ કાપીને હત્યા કરવા માટે કુખ્યાત છે.

એકવર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો
છ હત્યા અને લૂંટ, ચોરી સહિત 34 ગુનામાં સંડોવાયેલા રાજકોટના નિલય ઉર્ફે નિલેષ ઉર્ફે મુન્નો નવીનચંદ્ર મહેતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ઝાલાવાડમાં 2017ના વર્ષમાં નિલયે પ્રથમ ચોટીલા પાસે એક વ્યક્તિની હત્યા કરી હતી. ત્યારબાદ લીંબડી હાઇવે ઉપર પાણશીણાના પાટીયા પાસે ડ્રાઇવરની હત્યા કરી લૂંટ ચલાવી હતી. આ બંને ગુનામાં સુરેન્દ્રનગર પોલીસે તેને પકડી જેલ હવાલે કર્યો હતો. બાદમાં તેણે રાજકોટમાં પણ હત્યા કરી હતી. જે ગુનામાં  નિલય મહેતા એક વર્ષ પૂર્વે પેરોલ પર જેલમાંથી છૂટ્યો હતો અને ત્યારબાદ ફરાર થઇ ગયો હતો. એકવર્ષથી પોલીસને હાથતાળી આપતા નિલય મહેતાને રાજકોટ ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં જ અમદાવાદથી ઝડપી લીધો હતો. 

છુપાઇને બેઠેલી ત્રિપુટી પર ઉદયસિંહે કાર હંકારતા ત્રણેય જણાં ભાગ્યા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સિરિયલ કિલર નિલય મહેતા 22 ફેબ્રુઆરી 2019ના પેરોલ પર જેલમાંથી છૂટ્યો હતો અને તા.24 ફેબ્રુઆરીના અમદાવાદ પહોંચ્યો હતો, નિલય, પ્રદીપસિંહ અને કિશોર કોસ્ટી વેપારીની રાહમાં તેની દુકાન બહાર બેઠા હતા અને નિલયે પોતાની પાસે હથિયાર પણ રાખ્યું હતું અને ફાયરિંગ નિલય કરશે તેવું નક્કી થયું હતું, પરંતુ દુકાને કારમાં આવી રહેલા ઉદયસિંહની નજર હત્યારાઓ પર પડી ગઇ હતી અને તેમણે કાર ત્રણેય આરોપીઓ પર હંકારતા ત્રિપુટી નાસી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...