તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણ મહિનામાં ગરમી ઘટી, ઠંડીમાં વધારો થતાં લોકો ધ્રૂજ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઉ.ભારતમાં વરસાદની ઝાલાવાડમાં અસર, ત્રણ વર્ષમાં સરેરાશ 3 થી 4 ડીગ્રી તાપમાન ઘટ્યું

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે શિવરાત્રી બાદ ફાગણ માસમાં ઠંડી વિદાય લે છે અને ઉનાળાનો ધીમા પગલે પગરવ થતો હોય છે. પરંતુ આ વર્ષે હજુ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે પવન સાથે ઠંડી અને ખરા બપોરે સૂર્યનારાયણ તાપ વરસાવે છે. ઝાલાવાડમાં હજુ પણ અનુભવાતી ઠંડી પાછળ ઉત્તર ભારતમાં પડતો વરસાદ કારણભુત હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ. ગ્લોબલ વોર્મીંગના લીધે ઋતુચક્રમાં ફેરફારો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. સામાન્ય રીતે દિવાળી પહેલા વિદાઇ લેતુ ચોમાસુ આ વર્ષે દિવાળી બાદ પણ ચાલુ રહ્યુ હતુ અને વરસાદ વરસતો હતો. 
શિયાળો પણ ઝાલાવાડમાં હજુ વિદાય લેવાનું નામ લેતો નથી. શિવરાત્રી પર્વ પછી ફાગણ માસમાં ઉનાળાના પગરવ શરૂ થઇ જતા હોય છે. પરંતુ ઝાલાવાડવાસીઓ હજુ પણ મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ કરે છે. જયારે બપોરના સમયે ગરમી અનુભવાય છે. છેલ્લા ત્રણ વર્ષના તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો તા.13 માર્ચના રોજ ઠંડીનો પારો 4 ડીગ્રી ગગડયો છે. જયારે મહત્તમ તાપમાનમાં પણ ત્રણેક ડીગ્રીનો ઘટાડો થયો છે. ઝાલાવાડમાં અનુભવાતી ડબલ ઋતુના લીધે રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ અંગે સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓ નિલેશ પરમારે જણાવ્યુ કે, ઉત્તર ભારતમાં હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનના લીધે ઝાલાવાડમાં લોકો ઠંડી અનુભવે છે. 

28 ડિગ્રીથી વધુ તાપમાનમાં કોરોનાના વાઇરસ જીવી ન શકે
ઝાલાવાડમાં હજુ પણ તાપમાનનો પારો નીચો છે. તાપમાનનો પારો 28 ડીગ્રીથી ઉપર જાય તો કોરોના વાયરસ જીવી ન શકે. ઠંડા વાતાવરણમાં આ વાયરસ 8 થી 10 કલાક જીવે છે. આથી ગરમીની શરૂઆત સાથે જ કોરોનાનો ભય પણ ઘટી જશે. - પી.કે.પરમાર,  જિલ્લા આરોગ્ય અધિકારી

લીબડી મોટાવાસમાં આધેડે ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
લીંબડીના મોટાવાસમાં રહેતા રવજીભાઈ મેઘજીભાઈ 6 મહિનાથી એકલવાયું જીવનથી કંટાળી જતા પોતાના ઘરે દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. લીબડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો