તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર : રાજય સરકાર દ્વારા ગ્રાહકોના હિતો માટે કરોડો રૂપિયાના આંધણ કરવા છતા, ગ્રાહકોમાં હજુ જોઇએ તેટલી જાગૃતિ આવી નથી. સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાહક
તકરાર નિવારણ ફોરમમાં 5 વર્ષમાં માત્ર 2142 જ ગ્રાહકોએ સંતોષકારક સેવા ન મળતા કોર્ટનું શરણુ લીધુ છે.5 વર્ષમાં 100 વસૂલાતની અરજીઓ
આજે તા. 15 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 2142 ગ્રાહકોએ જ પોતાના હક્કના પોષણ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સામાન્ય રીતે ગ્રાહક સુરક્ષા અદાલતમાં આવતા કેસોમાં વર્ષ 2017 અને 2018માં ખેતીની સહાય મળી ન હોવાના વીમા કંપની સામેના કેસો વધુ સંખ્યામાં નોંધાયા છે. જયારે અકસ્માત, મેડિકલેઇમ વગેરે કિસ્સાઓમાં વીમાકંપનીઓ સામેના કેસો પણ હોય છે. આ ઉપરાંત ઇલેકટ્રોનીકસ, મોબાઇલ જેવી ચીજવસ્તુઓમાં ખામી, ઓનલાઇન વસ્તુ મંગાવ્યા બાદ છેતરપિંડી જેવા કેસો બહુ ઓછા નોંધાયા છે.
પાંચ વર્ષમાં 100થી વધુ વસૂલાત અરજીઓ આવી
સુરેન્દ્રનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસના ચૂકાદા સમયે અરજદાને વળતરનો હૂકમ કરવામાં આવે છે. જેમાં 30, 45 કે 60 દિવસની મુદતમાં રકમ ચૂકવવાની હોય છે. પરંતુ અમુક કંપનીઓ, દુકાનદાર કે સરકારી વિભાગ વળતરની રકમ ન ચૂકવે તો અરજદાર અરજી કરી શકે છે. પાંચ વર્ષમાં અાવી 100થી વધુ અરજી આવી છે.
રૂ.100થી વધુની ખરીદી પર બિલ લેવું
રૂપિયા 100 કરતા વધુ કિંમતની ખરીદાયેલી વસ્તુનું બિલ લેવાનો ગ્રાહકનો અધિકાર છે. પરંતુ કોઇ વાર દુકાનદાર એમ કહે કે પાકુ બિલ ન લો તો આટલા રૂપિયા ઓછા દેશો તો ચાલશે તેવુ બને છે. પરંતુ ગ્રાહકોએ બિલ લેવાનો પૂરો આગ્રહ રાખવો જોઇએ. ઓછા પૈસાની લાલચે બિલ ન લેવુ તે હિતાવહ નથી. ખરીદાયેલી વસ્તુનું બિલ હોય તો અસંતોષના સમયે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરી શકાય છે.
નોંધાયેલા કેસો
વર્ષ | દાખલ કેસ |
2015 | 126 |
2016 | 140 |
2017 | 250 |
2018 | 1422 |
2019 | 204 |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.