તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર: મકરસંક્રાતિ પર્વને હવે ગણીને માત્ર બે દિવસ બાકી છે તેમ છતાં પતંગ અને દોરી બજારમાં ઘરાકી ન નિકળતા બજારમાં મંદી દેખાઇ રહી છે. ત્યારે આ છેલ્લા બે દિવસમાં લોકો ખરીદી કરવા નિકળશે તેવી વેપારીઓને આશા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર દુકાનોમાં અને સ્ટોલ નાંખી પતંગ દોરીનું કરવામાં આવતું વેચાણમાં માંડ 20 ટકા જ માલ વેચાયો હોવાનો અંદાજ છે.
ઝાલાવાડની પ્રજા દર વર્ષે ઉત્તરાયણની ધામધુમપૂર્વક ઉજવણી કરે છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી પતંગ અને દોરીમાં ભાવવધારાના કારણે ઉત્તરાયણની ઉજવણીમાં થોડો નિરૂત્સાહ દેખાઇ રહ્યો છે. ગત વર્ષે જીએસટીના કારણે પતંગ અને દોરીના વેચાણ પર ખાસ્સી અસર રહી હતી ત્યારે આ વર્ષે પણ પતંગમાં એક પંજા દીઠ રૂપિયા 5 સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.જ્યારે દોરીમાં કોઇ ભાવવધારો થયો નથી.સુરેન્દ્રનગર અને જિલ્લામાં ઠેર ઠેર 15 દિવસ અગાઉ જ પતંગ-દોરીના સ્ટોલ શરૂ થઇ ગયા હતા પરંતુ હજુ સુધી ઘરાકી ન નિકળતા માંડ 20 ટકા જ માલ વેચાયો છે. ત્યારે હવે બાકીના માત્ર બે દિવસમાં ઘરાકી નિકળે તો વેપારીઓને બાકીનો 80 ટકા માલ વેચાય તેવી આશા છે. શેરડી, બોર, ઝીંઝરા સહીતની વસ્તુઓમાં પણ ઘરાકી ન દેખાતા નિરાશ પ્રસરી છે.
કાચા માલમાં ભાવ વધતા પતંગો મોંઘા બન્યા છે
કાચા માલમાં કાગળ અને પ્લાસ્ટીક બન્નેમાં ભાવવધારો થવાના કારણે કાગળ અને પ્લાસ્ટીક બંન્નેમાં ભાવ વધારો થયો છે. અને આ વર્ષે 5 ટકા પણ ઘરાકી નથી. પહેલા તો ઉત્તરાયણના 10 દિવસ અગાઉ અમુક માલ ખાલી થઇ જતો અને વેપારીઓના ફોન આવતા કે આ પ્રકારના પતંગ કે દોરા છે કેમ પણ આ વર્ષે એક પણ વેપારીનો ફોન આવતો નથી. - ઝાકીરભાઇ, દોરીના હોલસેલ વેપારી
પતંગ અને દોરીના ભાવ આસમાને પહોંચ્યા છે
છેલ્લા થોડા વર્ષોમાં પતંગ અને દોરી બન્નેમાં ખુબ જ ભાવવધારો આવ્યો છે. અગાઉ 10 થી 20 રૂપિયામાં પંજો મળતો હતો તેના હવે 35 થી 40 સુધીના ભાવ થઇ ગયા છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે ઉત્તરાયણની ઉજવણી મોઘી બની છે અને બીજું કે ખર્ચો કરીએ પણ ઉત્તરાયણના દિવસે પવન જ નથી હોતો જેથી ખર્ચો માથે પડે છે. - સોહીલ શાહ, પતંગપ્રેમી
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.