તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GUDCની પાણીની લાઇનોમાં ભંગાણથી પાલિકાને 5 કિમીમાં 50 લાખના નવા બનેલા રોડ તોડવા પડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 2, 3 અને 7માં સૌથી વધુ લાઇનો લીકેજ, હજુ 2 હજાર પરિવારો પાણીથી વંચિત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની બે લાખની જનતાને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે રૂ.57 કરોડની યોજના તો મંજુર કરાઇ હતી પરંતુ 2 વર્ષ પૂર્ણ થઇ ગયા હોવા છતા હજુ સમગ્ર શહેરીજનોને નવી લાઇનમાંથી પાણી મળતુ નથી. ત્યાં લાઇનો તુટવાને કારણે પાલિકા સામે નવા બનાવેલા રસ્તા તોડવાની નવી મુસીબત આવી છે. આ બાબતે ભાસ્કરની ટીમે રીયાલીટી ચેક કરી તો પાણીની લીકેજ લાઇનને કારણે પાલિકાએ નવા બનાવેલા અંદાજે 5 કિલોમીટરના રૂ. 50 લાખના રસ્તા તોડી નાખવામાં આવ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
સુરેન્દ્રનગરમાં જુની પાણીની લાઇનને કારણે ધોળીધજા ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી હોવા છતા ચાર દિવસે પાણી મળે તેવી સ્થીતી હતી.શહેરીજનોને દરરોજ પાણી મળી રહે તે માટે સરકારે રૂ.57 કરોડના ખર્ચે નવી પાણીની લાઇન મંજુર કરી હતી. જેનું કામ જીયુડીસીને સોપવામાં આવ્યુ હતુ. પરંતુ જીયુડીસીએ કરેલા કામમાં અનેક જગ્યાએ ક્ષતીઓ અને અધુરી લાઇનો રહેતા બે હજારથી વધુ પરિવાર નવી લાઇનના પાણીથી વંચીત હોવાની વિગતો ભાસ્કર બહાર લાવ્યુ હતુ.પાલિકાએ તાજેતરમાં જ શહેરના અનેક વિસ્તાર અને ખાસ કરીને મુખ્ય રસ્તા નવા બનાવ્યા છે. પરંતુ નવા રસ્તા ઉપર આડેધડ ખોદકામ કરવામાં આવતુ હોય તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે પાણીની જે લાઇનો લીક થાય છે તેના રીપેરીંગ માટે નવા બનાવેલા જુદા જુદા વિસ્તારમાં અંદાજે 5 કિમીના રૂ.50 લાખના રસ્તા તોડી નાખવામાં આવ્યા છે.જેમાં સૌથી વધુ વોર્ડ નં 2,3 અને 7 માં પાણીની લાઇનો લીક થઇ રહી છે. પાલિકાએ એક વર્ષ પહેલા રૂ.30 કરોડના ખર્ચે જે રસ્તા બનાવ્યા હતા તેમાં જીયુડીસીએ અંદાજે 10 કિમીના રૂ.2.20 કરોડના રસ્તા તોડી નાખવામાં આવ્યા હતા. જે પૈસા જીયુડીસી પાસેથી વસુલ કરાયા હતા.આમ તંત્રની ભુલને કારણે પ્રજાને મળેલી નવા રસ્તાની સુવિધા છીનવાઇ રહી છે.

સીધી વાત
ભરત રૂપાલા, જીયુડીસીના અધિકાર
ી 
>> લાઇન તુટવાના કારણો શું 
- પાણી વિતરણની રિધમ સેટ ન થાય, એર આવી જવાના કારણે લાઇનો તુટી શકે છે
>> રિપેરીંગ શા માટે નથી કરતા
-  રિપેરીંગનું કામ અમારામાં નથી આવતું એ પાલિકા દ્વારા કરવામાં આવે છે.
>> પાલિકાને ખર્ચ આપશો કે નહિ
- અગાઉ પાલિકાએ રિપેરીંગનો એસ્ટીમેન્ટ આપ્યો હતો તેનો ખર્ચ આપ્યો છે, આગામી સમયમાં પણ સરકારમાંથી મંજૂર કરાવાશે.
GUDC પાસેથી ખર્ચની વસૂલાત કરીશું
GUDCની ભુલ છે, રસ્તાની રીપેરીંગની જવાબદારી પણ જીયુડીસીની છે. અગાઉ પણ અમે રસ્તાના રીપેરીંગ માટેના પૈસા વસુલ કર્યા હતા. સંપૂર્ણ કામ પૂર્ણ થઇ ગયા બાદ તમામ રસ્તાના રીપેરીંગના પૈસા વસુલ કરવામાં આવશે.> સંજયભાઇ પંડ્યા, (ચીફ ઓફિસર )
રાત્રે રસ્તો બને છે, સવારે તોડી દેવાય છે
 પાલિકા ઘણા વિસ્તારમાં રાત્રે રસ્તો બનાવવાની કામગીરી કરાતી હોય છે. અવર જવર માટેનો મહત્વનો રસ્તો બનતો જોઇએ ત્યારે મુશ્કેલી હલ થયાનો આનંદ થાય છે. પરંતુ સવારે જયારે નિકળીએ ત્યારે રસ્તા તોડવા માટે માણસો આવી જતા હોય છે.>  મનિષભાઇ ચાંપાનેરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો