શિક્ષણ યજ્ઞની સરાહના / બજાણાની નિવૃત દિવ્યાંગ શિક્ષિકાની ડોક્યુમેન્ટરી ફિલ્મ રાજ્યના તમામ શિક્ષકોને બતાવાશે

બજાણા પે શાળામાં નિૃવત્ત શિક્ષિકા બાળકને ભણાવે છે તેનું શૂટિંગ કરાયું
Documentary film of the retired Divyang teacher of Bajana will be shown to all teachers of Gujarat
બજાણા પે શાળામાં નિૃવત્ત શિક્ષિકા બાળકને ભણાવે છે તેનું શૂટિંગ કરાયું
બજાણા પે શાળામાં નિૃવત્ત શિક્ષિકા બાળકને ભણાવે છે તેનું શૂટિંગ કરાયું

  • નિવૃત્તિ બાદ શાળાના ભૂલકાંઓને નિ:શુલ્ક ભણાવતા બંને પગથી 100% દિવ્યાંગ શિક્ષિકાનો વિસ્તૃત અહેવાલ દિવ્યભાસ્કરમાં છપાયો હતો

Divyabhaskar.com

Jan 22, 2020, 01:01 PM IST
મનીષ પારીક,પાટડી: બજાણા પે.સેન્ટર શાળાની 100% દિવ્યાંગ શિક્ષિકા નિવૃત્તિ પછી પણ છેલ્લા 3 મહિનાથી શાળાના ભૂલકાંઓને નિયમિત ભણાવે છેનો વિસ્તૃત અહેવાલ તા. 20મી જાન્યુઆરીના દિવ્યભાસ્કરમાં છપાયો હતો. જેને પગલે મંગળવારે ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ બજાણા શાળામાં ધામા નાખી નિવૃત શિક્ષિકા પર એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. જે આગામી શનિવારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને બતાવવામાં આવશે.
નયનાબેન 31 મેએ નિવૃત્ત થયા
પાટડી તાલુકાની બજાણા પે.સેન્ટર શાળાના બંને પગથી 100% દિવ્યાંગ શિક્ષિકા નયનાબેન રાવલ ગત વર્ષે 31મી મે 2019ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થયા હતા. છતાં શાળાના નાના-નાના ઓની માંગણીને ધ્યાનમાં રાખીને આચાર્ય મોહનભાઇ પરમાર દ્વારા નિવૃત શિક્ષિકા નયનાબેન રાવલને વિનંતી કરતા તેઓ છેલ્લા ત્રણ માસથી રોજ નિયમીત શાળાએ જઇ બાળકોને નિ:શુલ્ક ભણાવે છે. જે અંગેની પોઝીટીવ સ્ટોરી તા. 20મી જાન્યુઆરીના દિવ્યભાસ્કરમાં છપાઇ હતી.
એક કલાકની ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કર્યું
દિવ્યભાસ્કરના આ અહેવાલની સકારાત્મક અસર પડતા ગાંધીનગર શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવની સુચનાથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટેટ કો.ઓર્ડિનેટર પ્રકાશભાઇ ભટ્ટી સહિતની શિક્ષણ વિભાગની ટીમે બજાણા પે.સેન્ટર શાળા અને નિવૃત દિવ્યાંગ શિક્ષિકા નયનાબેન રાવલની મુલાકાત લઇ એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. જે આગામી શનિવારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને બતાવવામાં આવશે. આ પ્રસંગે સીઆરસી ચંદ્રકાંતભાઇ પરમાર, બીઆરસી સુનિલભાઇ દવે, શાળાના આચાર્ય મોહનભાઇ પરમાર, પૂર્વ આચાર્ય નરોત્તમભાઇ કકાસણીયા અને શાળાના એસએમસીના અધ્યક્ષ યાસીનભાઇ મલેક ખાસ હાજર રહ્યાં હતા.
આગામી શનિવારે એક કલાકનો આખો એપિસોડ પ્રસારિત કરાશે
દિવ્યભાસ્કરમાં છપાયેલા બજાણા પે.સેન્ટરની નિવૃત દિવ્યાંગ શિક્ષિકાના અહેવાલના પગલે અમે આજે શાળાની મુલાકાત લીધી અને એના માટે તૈયાર કરેલી સ્પેશ્યલ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એક કલાકનો ખાસ એપિસોડ શનિવારે પ્રસારfત કરવામાં આવશે. જે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં તૈયાર કરેલો 25મો એપિસોડ હશે.
પ્રકાશભાઇ ભટ્ટી- સ્ટેટ કો.ઓર્ડિનેટર- કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર- ગાંધીનગર
નિવૃતી પછી દિવ્યાંગ શિક્ષિકાના શિક્ષણરૂપી યજ્ઞએ અનેકને પ્રેરણા આપી
મારા આગેવાનીમાં આવતી વિવિધ શાળાઓમાંથી બજાણા પે.સેન્ટર શાળાના નિવૃત અને દિવ્યાંગ શિક્ષિકા નયનાબેન રાવલના શિક્ષણરૂપી યજ્ઞએ અનેક નિવૃત શિક્ષકોને પ્રેરણા આપી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.
ચન્દ્રકાંતભાઇ પરમાર- સીઆરસી-પાટડી તાલુકો
X
Documentary film of the retired Divyang teacher of Bajana will be shown to all teachers of Gujarat
બજાણા પે શાળામાં નિૃવત્ત શિક્ષિકા બાળકને ભણાવે છે તેનું શૂટિંગ કરાયુંબજાણા પે શાળામાં નિૃવત્ત શિક્ષિકા બાળકને ભણાવે છે તેનું શૂટિંગ કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી