તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ : ખાણીપીણી બજાર મટન માર્કેટ બંધ રાખવા જિલ્લા કલેક્ટરનો આદેશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોરાના વાયરસના કારણે સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું - Divya Bhaskar
કોરાના વાયરસના કારણે સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું
 • જિલ્લા કલેક્ટરના બીજા આદેશ પહેલા જણાવવામાં ન આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાહશે

સુરેન્દ્રનગરઃશહરેમાં કોરોના વાયરસના સાવચેતીના પગલા રૂપે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ખાણીપીણીની લારીઓ, મટન માર્કેટ, ચીકન માર્કેટ બંધ રાખવા આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટરના આદેશને લઇને પાલિકાની ટીમ દ્વારા શનિવારે મોડી સાંજે તમામ વેપારીઓને રૂબરૂ જઇ બંધ રાખવા સુચના આપી હતી.

આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું
કોરાના વાયરસે ચીન સહીત અનેક દેશોમાં પગપેસરો કર્યો છે અને આ વાયરસે ભારતમાં દેખા દેતા સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં કોરાના વાયરસના ભયના પગલે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ક. રાજેશ દ્વારા શહેરની તમામ ખાણીપીણીની બજારો, લારીઓ, ચીકન માર્કેટ અને મટન માર્કેટ બંધ રાખવા આદેશ જારી કર્યા છે. જેને લઇને સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યા, સેનેટરી ઇન્સ્પેક્ટર વિજયસિંહ ગોહીલ, શોપ ઇન્સ્પેક્ટર દેવાંગભાઇ શાહ સહીતની ટીમ દ્વારા શહેરની મુખ્ય બજારમાં આવેલી ખાણીપીણીના લારીધારકો તેમજ ચીકન અને મટન માર્કેટના વેપારીઓને રૂબરૂ જઇ તંત્ર દ્વારા બીજી સુચના આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો