ફૂલગ્રામ પાસે ટ્રક-વેન વચ્ચે અકસ્માત, ખંભાળિયા APMCના કર્મચારીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જોરાવરનગર પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર: રાજકોટ રહેતા અને ખંભાળીયા એપીએમસીમાં નોકરી કરતા વ્યકિત તા. 18ના રોજ અમદાવાદ તેમના પુત્રના ઘરે પાર્સલની કારમાં બેસીને જતા હતા. ત્યારે ફૂલગ્રામ પાસે આગળ જતી ટ્રકમાં કાર ઘૂસી જતા તેમનું મોત થયુ હતુ. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદના ગુરૂકૂળ રોડ પર રહેતા નમનભાઇ રાવલ પાનનો ગલ્લો ચલાવી વ્યવસાય કરે છે. 
 
તેમના પિતા, માતા અને બહેન રાજકોટમાં રહે છે. તેમના પિતા પરેશભાઇ રાવલ ખંભાળીયા એપીએમસીમાં નોકરી કરે છે. તા. 18ના રોજ રાત્રે તેઓ રાજકોટથી અમદાવાદ પાર્સલ ભરીને જતી જામનગર ટ્રાવેલ્સની વેનમાં બેસીને જતા હતા. ત્યારે સાયલા – લીંબડી નેશનલ હાઇવે પર ફૂલગ્રામ પાસે ચાલકે ગફલતભરી રીતે ચલાવી આગળ જતી ટ્રક પાછળ ઘૂસાડી દેતા પરેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પીએસઆઇ જે.આર.ડાંગર, સહિતના ધસી જઇ મૃતદેહને પીએમ માટે મોકલાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ટ્રાફિક જામ થયો હતો.  આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.