લીંબડીઃ લીંબડી નેશનલ હાઈવે પર ડિવાઈડર ઠેકીને આવેલી કાર સામેથી આવતા ટ્રેલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે પહેલા લીંબડી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ લઇ જવામાં હતા.
લીંબડી હાઈવે પર અકસ્માતો વણથંભી વણઝારનો સીલસીલો અટકવાનું નામ જ લેતો નથી. ત્યારે અમદાવાદથી ધ્રોલ જઈ રહેલા પરિવારને લીંબડી નેશનલ હાઈવે પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઠેકીને સામેથી આવતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર વિનોદભાઈ ગોસાઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ હિરેન સામંતભાઈ, વિનુભાઈ દેશમુખભાઈ અને સુરેશગીરી શાંતીગીરીને ઈજાઓ પહોંચી હતી. મૃતકની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.