સુરેન્દ્રનગર / તળાવમાંથી તરતી મૃત નવજાત બાળકી મળી, લોકોમાં ફિટકારની લાગણી ફેલાઇ

A dead infant was found floating in the lake, spreading feelings of shock among the people

  • બેટી બચાવોના અભિયાન સામે લાલબત્તી સમાન કિસ્સો
  • બાળકીનું પીએમ રિપોર્ટ રાજકોટમાં જ કરવામાં આવ્યું હતું અને ત્યાં જ તેની દફનવિધિ કરાઈ

Divyabhaskar.com

Nov 09, 2019, 07:58 AM IST

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં સારો એવો વરસાદ પડતા મોટા ભાગના જળાશયો પાણીથી છલોછલ છે. ત્યારે વઢવાણ શહેરના બોડા તળાવમાં તાજુ જન્મેલુ બાળક મૃત હાલતમાં તરતુ હોવાની ઘટનાથી ચકચાર ફેલાઇ હતી. આ બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આવુ કૃત્ય કરનાર સ્ત્રી સામે ફિટકારની લાગણી વરસાવી હતી. બીજી તરફ બેટી બચાવોના અભિયાન સાથે જાગૃતિના પ્રયાસો થઇ રહ્યો છે. આવા સમયે મૃતક બાળકી આવી હાલતમાં મળી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો.

આ બનાવની જાણ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝનને થતા પીએસઆઈ સી.પી.રાઠોડ, હેડકોન્સ્ટેબલ વી.પી.રાઠોડ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ તળાવમાં મળી આવેલી મૃતક બાળકીનો કબજો લઇને પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે બનાવની ગંભીરતા લઇને રાજકોટમાં પી.એમ. કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ રાજકોટમાં જ આ બાળકીની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટના અંગે ભાવનગર ધોધા જાક નાકા નુરએહમદ મસ્જિદ બાજુમાં રહેતા અને હાલ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ, સુરેખા વાડીની સામે રહેતા અફજલભાઈ જમાલભાઈ ડેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ ચંદુભાઈ પી.રાઠોડ કરી રહ્યાં છે.

બાળકીને મૃત હાલતમાં તળાવમાં ફેંકી હોવાનું પીએમમાં અનુમાન
આ ઘટનામાં મૃત બાળકીને પી.એમ. માટે રાજકોટ લઇ જવામાં આવી હતી. જેમાં ડોકટર દ્વારા બાળકી અધુરા માસે મૃત હાલતમાં જન્મી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતુ. અને ત્યારબાદ આ બાળકીને અંદાજે ત્રણ દિવસ પહેલા આ સ્થળે પાણીમાં ફેંકી દીધાની આશંકા છે. તેમ છતાં આ બનાવની સાચી હકિકતો પી.એમ.રિપોર્ટ બાદ બહાર આવશે.

દરગાહે બંદગી કરવા જતા શખ્સે જાણ કરી
7 નવેમ્બરે સાંજે 4 કલાકે લાલો ડેરીયા ગેબનશાહ દરગાહે સલામ કરવા માટે જતા હતા. અને બોડા તળાવ નજીકની પાળ ઉપર ઘણા બધા માણસો ટોળુ વળી ઉભા હતા. આથી અફજલભાઈ ત્યાં ગયા અને માણસોને પૂછતા તળાવમાં બાળક પડેલ છે અને મૃત હોય તેવુ લાગે છે. આથી અફજલભાઇ તુરંત 100 નંબરમાં ફોન કરી વિગતની જાણ કરી હતી.

માતાની શોધમાં હૉસ્પિટલોમાં તપાસ થશે
ઘટનામાં જે જે ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરાશે. અને જન્મી યાદી પણ આશા વર્કરો પાસે હોય છે આથી તેઓની અને જે સુવાવડ કરાવવાનું કામ કરતી હોય તેવી મહિલાઓની પૂછપરછ કરી આ બનાવની તપાસ કરવામાં આવશે. > સી.પી.રાઠોડ, પીએસઆઈ, સિટી બી-ડિવીઝન

આવા કેસમાં પ્રસૂતિ થઈ હોય તે હોસ્પિટલના રેકોર્ડ ચેક કરવા જોઈએ
સૌથી વધુ અનૈતીક સંબંધને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનું સામે આવે છે. આ કેસમાં પણ આવુ જ બની શકે છે. પરંતુ કેસના મુળ સુધી પહોચવા માટે સૌ પ્રથમ આરોપી પકડાય તે પોલીસ માટે મહત્વનું હોય છે. મારી ફરજ દરમિયાન આવા બેથી ત્રણ કિસ્સા બન્યા હતા. જેમાં પાંચ થી છ મહિને ભેદ ઉકેલાયો હતો. આ માટે જયા પ્રસુતી થઇ હોય તેવી હોસ્પીટલો તથા રેકર્ડ જોવા જોઇએ. આરોપી પકડાઇ ગયા બાદ તેને સજા અપાવવા માટે પુરાવા ખુબ જ મહત્વના હોય છે. આરોપીના નીવેદનો, સાથીદારો, હોસ્પીટલના પુરાવા વગેરે વિગતોથી કેસ તૈયાર કરાય તો આરોપીને સજા પણ થઇ શકે છે. - કે.એમ.જાડેજા, નિવૃત પીઆઇ

X
A dead infant was found floating in the lake, spreading feelings of shock among the people
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી