ધમાલ / સુરેન્દ્રનગરમાં દારૂ પીને છાકટાં બની 2 શખ્સની તોડફોડ, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

DivyaBhaskar | Updated - Mar 14, 2019, 12:03 PM

  • પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પકડીને ધોકાવાળી કરી
  • પોલીસ વાહનમાં ઉઠાવીને કાર્યવાહી કરાઈ

સુરેન્દ્રનગર: શહેરના પતરાવાળી ચોક વિસ્તારમાં ધમધમતી બજારમાં બે શખ્સ દારૂ પીને વાહનો અને દુકાનોની તોડફોડ કરી હતી. જેને પગલે ટ્રાફિક જામ થયો હતો. બંનેએ રોડ પર આવતી રીક્ષા સહિતના વાહનચાલકોને નિશાન બનાવીને માર માર્યો હતો. તો છાટકાં બનેલા બંને શખ્સને જોવા ટોળું ઉમટ્યું હતું. પરંતુ ઘટનાને પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઈને બંનેને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. બંનેને પકડીને શહેરમાં સરઘસ કાઢ્યું હતું અને પોલીસ વાહનમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. સમગ્ર બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App