તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દળણું દળાવવા નીકળેલી માતા-પુત્રીનું ટ્રેનની અડફેટે મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 80 ફૂટ રોડ પર રહેતા પરિવારના માથે આભ તૂટી પડ્યું
  • પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર રહેતા પરિવારની પુત્રવધુ અને 2 વર્ષની પુત્રીનું ચમારજ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત થયું છે.મળતી માહિતી પ્રમાણે માતા-પુત્રી દળણું દળાવવા માટે જઈ રહ્યાં હતા ત્યારે ઘટના બની હતી.  આ બનાવની પોલીસ મથકે જાણ થતા પોલીસે બન્નેના મૃતદેહના પીએમ કરાવી પરિવારને સોંપ્યા છે. મૃતક પરિણીતાનો લગ્નગાળો 4 વર્ષ હોય મોતનું સાચુ કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લગ્નને 4 વર્ષ થયાં હતા: લીંબડીમાં રહેતા પરિવારની પુત્રી મીરાબેનના લગ્ન 4 વર્ષ પહેલા સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર રામદેવનગરમાં રહેતા સિદ્ધરાજભાઇ સભાડ સાથે થયા હતા. લગ્નગાળા દરમિયાન તેઓને જ્હાન્વી નામે દિકરી પણ અવતરી હતી. ત્યારે મંગળવારે બપોરે માતા મીરાબેન અને પુત્રી જ્હાન્વીનું સુરેન્દ્રનગરથી ચમારજ જતાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત થયું હતું. ત્યારબાદ પસાર થતી ટ્રેનના ડ્રાઇવરે રેલવે પોલીસને જાણ કરી હતી. પરંતુ બનાવ એ ડિવીઝન પોલીસ મથકની હદમાં આવતો હોઇ એ ડીવીઝન સ્ટાફે ધસી જઇ લાશનું પીએમ ગાંધી હૉસ્પિટલ કરાવ્યું હતું. બીજી તરફ દળણુ દળાવવા નીકળેલ માતા-પુત્રી ઘેર ન આવતા પરિવાર હાંફળો ફાંફળો થઇ તપાસ કરવા લાગ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો