તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલાનાં 60 જેટલા ગરીબ બાળકોને સ્વખર્ચે ભણાવવાનો 3 મિત્રોનો અનોખો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણને લગતા સાધન સામગ્રીઓ અને નાસ્તા સાથે સતકર્મ સેવા ગ્રુપના સભ્યો દ્વારા અપાય છે

ચોટીલા: ચોટીલા સતકર્મ સેવાગ્રૂપ દ્વારા ઝૂંપડપટ્ટીના અને ગરીબ નીચે આવતા પરિવારોના બાળકોને ઉચ્ચ શિક્ષણ સારી ગુણવતાવાળું મળી રહે તેવા ભગીરથ કાર્ય કર્યુ હતુ. જેમાં કુલ 5 સભ્યોએ બનાવેલા ગ્રુપનાં ત્રણ મિત્રોના સહયોગથી દર રવિવારે સવારે 9 થી 12 સુધી 20 બાળકોની સંખ્યા સાથે કલાસ ચાલુ કર્યા હતા. નિશુલક ટયુશન ક્લાસ આજે 60 જેટલા બાળકોને ભણાવવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરીને માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. 
ચામુંડા રોડ પર આવેલા અજીતભાઈ ભામાણી કે જેઓ પોતે આ ટિયુશન ચલાવવા પોતાના મકાનનો ઉપયોગ સેવા પ્રવૃત્તિ માટે આપેલો છે. આ મકાન પર તા.1-5-2019 થી 20 બાળકોની સંખ્યામાં ચાલુ કર્યુ છે. તે ગ્રુપના દર રવિવારે સવારે 9 થી 12 સુધી સતકર્મ સેવા ગ્રુપના સહકારથી મોહિતભાઈ પરમાર, હિતેશભાઈ સરવૈયા તેમજ હિમાંશુ જોશી એમ ત્રણેય મિત્રોના પ્રયાસથી ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ સારી ગુણવતા વાળું મળી રહે તેવા હેતુ 60 બાળકોને ધો.1થી 7 સુધીના બાળકોને નિ:શુલ્ક અભ્યાસ કરાવી રહ્યાં છે. આ ઉપરાંત સ્કુલબેગ, શિક્ષણને લગતા સાધન સામગ્રીઓ અને નાસ્તા સાથે સતકર્મ સેવા ગ્રુપના સભ્યો દ્વારા પૂરી પાડીને આ ત્રણેય મિત્રોની નિ:શુલ્ક અભ્યાસ બાળકોને કરાવે છે. હાલમાં મોંઘુદાટ શિક્ષણ થઇ રહ્યુ છે. જેના કારણે કેટલાક જરૂરીયાતમંદ બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે આ કાર્ય કર્યુ છે. આથી શિક્ષણને લગતા સાધન-સામગ્રી,નાસ્તા સહિતનો ખર્ચ સભ્યો ઉઠાવી રહ્યાં છે. જેથી બાળકોને નિ:શુલ્ક શિક્ષણ મળી શકે.

મને અહીં ભણવાની મજા આવે છે 
હું 6 મહિનાથી ટયુશને આવું છું અહી સાવ સરળ રીતે સાહેબ ભણાવતા હોવાથી જલ્દીથી આવડી જાય છે એટલે મને અહી ભાણવાની બહુ મજા આવે છે > વિક્રમ ભુપતભાઈ સલાટ, કુંભારા પ્રાથમિક શાળા ધો.5, વિદ્યાર્થી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો