તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ: શહેરમાં વધુ એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર શખ્સના તાબે નહીં થતા યુવતી સાથેનો વીડિયો પરિવારને મોકલી દેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પ્રદ્યુમનગર પોલીસે ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા મયૂર ગોરધન ઘાવરી નામના શખ્સ સામે ગુનો નોંધી ઝડપી લીધો છે અને કોર્ટમાં રજૂ કરી રિમાંડની માંગ કરશે.
છ વર્ષ પહેલા લગ્નપ્રસંગમાં મયૂર સાથે ઓળખ થઇ હતી
બનાવનો ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, છ વર્ષ પહેલા લગ્નપ્રસંગે મયૂર ઘાવરી સાથે ઓળખાણ થઇ હતી. મોબાઇલ પરની વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. દરમિયાન દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમના તહેવાર પર મયૂરે તેના ઘરે ઠક્કરબાપામાં બોલાવી હતી. ત્યાં પોતે જતા તેને શરૂઆતમાં લગ્ન કરી લેવાની વાત કરી પોતાને ભોળવી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
મીઠી મીઠી વાતો કરી યુવતીને ભોળવી અનેક વખત દુષ્કર્મ આચર્યું
આ સમયે મયૂરે તેના મોબાઇલમાં અંગત પળોનું શૂટિંગ તેમજ ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ મયૂરે લગ્ન ટૂંકમાં જ કરી લેશુંની મીઠી મીઠી વાત કરી અનેક વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. તે પછી મયૂર જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલા એક ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો. ત્યારે હવે લગ્ન અંગેની પરિવારને વાત કરી લેવા કહ્યું હતું. જેથી મયૂર ઉશ્કેરાય જઇ હવે લગ્ન કરવા જ નથી. અને હવે લગ્નની વાત કરીશ તો આ વીડિયો ફોટા તારા પરિવારને મોકલી આપીશની ધમકી આપી હતી. એટલું જ નહીં મયૂરે હું કહુ ત્યારે તારે મારી પાસે આવી મારી ઇચ્છા પૂરી કરવી પડશે તેમ કહી બ્લેક મેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચરતો હતો.
યુવતીએ ના પાડતા મયૂરે વીડિયો તેના ભાઇને મોકલી દીધા હતા
દરમિયાન મયૂરની વારંવારની ધમકીથી કંટાળી મયૂરને આવવાની ના પાડી દેતા તેને વીડિયો અને ફોટા ભાઇને મોબાઇલથી સેન્ડ કરી દીધા હતા. ભાઇએ પિતાને વાત કરતા પિતાએ સમગ્ર વિગતો જાણી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ આર.એ.કપાસીએ દુષ્કર્મ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. શહેરમાં વધતા જતા દુષ્કર્મના બનાવોને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
Sponsored By
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.