તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરકીયા ગામમાં ઘઉં અને રજકાની આડમાં અફીણનું વાવેતર, રૂ. 18 લાખના 1951 છોડ સાથે એકની ધરપક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે અફીણનું વાવેતર સાથે એક શખ્સની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે અફીણનું વાવેતર સાથે એક શખ્સની ધરપકડ કરી
  • ચોટીલાના નાળીયેરી ગામનો શખ્સે વાવેતર કર્યું હતું, મોરબી SOG, વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડ્યો

વાંકાનેર: વાંકાનેરના તરકીયા ગામની સીમમાં વાડીમાં મોરબી SOG અને વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી અફીણનું જંગી વાવેતર પકડી પાડ્યું છે. પોલીસે 18 લાખના 1951 અફીણના છોડ સાથે નાથા ભલા મકવાણાની ધરપકડ કરી છે. વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ચોટીલાના નાળીયેરી ગામના નાથાએ વાડીમાં અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી SOGની ટીમે દરોડો પાડતા અફીણના જથ્થાનું જંગી વાવેતર મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. કોઇની નજરે ન પડે તે માટે ઘઉં અને રજકાના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર કર્યું હતું.

18 લાખનો જથ્થો કબ્જે કર્યો
પોલીસને સ્થળ પરથી અફીણના 1951 મોટા છોડ (225 કિલો) કિં. 18 લાખનો જથ્થો મળી આવતા તે કબ્જે કરી વાડીના માલિક નાથા ભલાભાઇ મકવાણાની ધરપકડ કરી હતી. પકડાયેલ નાથાએ અફીણનું વાવેતર કોઇની નજરે ન પડે તે માટે ઘઉં અને રજકાના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર કર્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(મુકેશ પંડ્યા, વાંકાનેર)

અન્ય સમાચારો પણ છે...