તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડધરી હાઈ વે પર સ્ટંટ કરતાં બે બાઈકર્સના એક્સિડન્ટમાં મોત થયાનો વીડિયો વાઈરલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટંટ કરનાર બે બાઈક સવારોના મોત
 • સ્ટંટના વીડિયોની પોલીસે તપાસ આદરી

રાજકોટઃ રાજકોટ પડધરી હાઈ વે પર રાત્રિના સમયે બાઈકર્સ સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. બાઈક પર સૂતા સૂતા બાઈક ચલાવીને જતાં બે બાઈકર્સ ટકરાયા બાદ મોતને ભેટ્યા હોય તેવો વીડિયો અને ફોટો વાઈરલ થયા છે. જો કે આ અંગે પોલીસ પણ અજાણ હોય વાઈરલ વીડિયોની સત્યતા જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલાનો વીડિયો હાવાનું અનુમાન
જામનગર રોડના નામે વાઈરલ થઈ રહેલા વીડિયો લગભગ એક બે દિવસ અગાઉનો પડધરી રાજકોટ હાઈ વેનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. કારમાં બેસીને ઉતારવામાં આવેલા આ વીડિયોમાં બાઈકર્સ જાનના જોખમે બાઈક પર સૂતા સૂતા બાઈક ચલાવે છે. બાદમાં બાઈક પર બેઠા થતી વખતે આગળ જતાં બાઈકર્સ સાથે અન્ય બાઈકર્સ અથડાય છે અને તે દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હોય તેમ માનવામાં આવે છે. જો કે આ પ્રકારના એક્સિડન્ટની નોંધ પોલીસમાં ન થઈ હોવાથી વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો