તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Video Of A Young Man With Police Jeep Going Viral In Rajkot, Investigating Who Fired The Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ જીપ સાથે એક યુવકનો ટિકટોક વીડિયો વાઇરલ, વીડિયો કોને ઉતાર્યો તેની તપાસ ચાલુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટિકટોકમાંથી બનાવેલો પોલીસ જીપ સાથેનો વીડિયો ટિકટોકમાં વાઇરલ થયો - Divya Bhaskar
ટિકટોકમાંથી બનાવેલો પોલીસ જીપ સાથેનો વીડિયો ટિકટોકમાં વાઇરલ થયો
  • ‘અપના ભાઈ આ રહેલા હૈ’ના ડાયલોગ સાથેનો વીડિયો થયો વાયરલ

રાજકોટઃ શહેરની જૂની કલેકટર કચેરીમાં આવેલી મામલતદાર ઓફીસનો એક વીડિયો વાયરલ થયો છે. સામાન્ય રીતે પોલીસ જીપમાં જામીન માટે આરોપીઓને મામલતદાર કચેરી લાવવામાં આવતા હોય છે. આ વીડિયો dhamo_baraiya_555 નામના એકાઉન્ટમાંથી અપલોડ થયો છે. વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવક પોલીસ જીપમાંથી બહાર નીકળે છે. ત્યારે ટીકટોક વીડિયો બનાવવામાં આવ્યો છે અને આ યુવાને કોઈ મોટું કામ કર્યું હોય તેમ ‘અપના ભાઈ આ રહેલા હૈ’ના ડાયલોગ ઉપર આ વીડિયો બનાવવામાં આવ્યો છે. જો કે, વીડિયો બનાવનાર આરોપી છે કે અન્ય કોઈ તે પોલીસ તપાસનો વિષય છે.

પોલીસ કે પછી તેનો મિત્ર કે આરોપી?
ટીકટોક હાલ તો ચર્ચામાં છે ત્યારે ટીકટોકે અગાઉ અનેક પોલીસ કર્મચારીઓની નોકરી છીનવી લીધી છે. ત્યારે ફરી એકવાર રાજકોટ પોલીસ વિવાદમાં સપડાઈ છે. આ યુવાન આરોપી છે કે પોલીસનો મિત્ર છે કે પોતે પોલીસ જ છે? તે તપાસનો વિષય છે. પોલીસ જીપમાંથી યુવાન એકલો હસતા હસતા ઉતરી રહ્યો છે. વીડિયોમાં દેખાતા યુવાનનું નામ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ જીપ જીજે18ઇ-0193 નંબરની ગાડીમાંથી યુવાન ઉતરે છે ત્યારે આ ટિકટોક વીડિયો બનાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો