રાજકોટ / સૌ.યુનિ.માં બે સત્તાધીશો વચ્ચે ચાલતો વિવાદ સામે આવ્યો, PVCએ વાઈવા રદ કરવાનો નિર્ણય લીધો, VCએ બ્રેક મારી

VC and PVC between war in saurashtra university

Divyabhaskar.com

Sep 11, 2019, 10:37 AM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પીવીસી વચ્ચે ‘દેરાણી-જેઠાણી’ની જેમ ચાલતો ગજગ્રાહ ‌વધુ એક વખત સપાટી પર આવ્યો છે. જેમાં અંગ્રેજી ભવનમાં એમ.ફિલ.ની પ્રવેશ પ્રક્રિયામાં ભવનના વડા ડો. સંજય મુખરજી અને ડો. કમલ મહેતાએ ગેરરીતિ આચર્યાનું સ્પષ્ટ થયા બાદ પીવીસીએ વાઇવા રદ કરવાના લીધેલા નિર્ણયને કુલપતિ ડો.નીતિન પેથાણીએ બ્રેક મારી દેતા આ બાબત શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

વાઇવા રદના નિર્ણયથી નારાજ ભવનના વડાએ વિદ્યાર્થીઓને એકડઠા કર્યા હતા

વાઇવા રદના નિર્ણયથી નારાજ ભવનના વડા ડો.સંજય મુખરજી અને ડો.કમલ મહેતાએ સોમવારે એમ.ફિલ. અને એમ.એ.ના વિદ્યાર્થીઓને એકઠા કર્યા હતા અને સત્તાધીશો વિરૂદ્ધ રજૂઆત માટે ઉશ્કેરી તેમને કુલપતિ સમક્ષ રજૂઆત માટે મોકલ્યા હતા. આ તકે કુલપતિ ડો.પેથાણીએ પીવીસીને હાજર રાખતા તેમણે વિદ્યાર્થીઓને વાઇવા રદનો નિર્ણય યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ કુલપતિ ડો.પેથાણીએ વાઇવા રદનો નિર્ણય જ રદ કરી નાખી વધુ માહિતી આપવાનું નોટિંગ કરતા બંન્ને સત્તાધીશો વચ્ચે ચાલતો આંતરિક વિવાદ ફરી સપાટી પર
આવ્યો છે.

લિસ્ટમાંથી નામ કેવી રીતે ગાયબ થયું?

અંગ્રેજી ભવનની એમ.ફિલ.ની પરીક્ષાના બહાર પાડવામાં આવેલા પરિણામમાંથી અમિત ઉપાધ્યાય નામના વિદ્યાર્થીનું નામ વેઇટિંગ લિસ્ટમાંથી ગાયબ થયા મુદ્દે અમિતે કુલપતિને આવેદનપત્ર પાઠવી મારું નામ વેઇટિંગ લિસ્ટમાંથી ગાયબ કેવી રીતે થયું? તેવો સવાલ કર્યો હતો.

X
VC and PVC between war in saurashtra university
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી