તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુએસના તબીબો સિવિલમાં યુરોલોજીના ઓપરેશન કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ત્રણ દિવસ માટે 2 ફેક્લ્ટી અને 2 ફેલો સ્ટુડન્ટ રાજકોટ આવ્યા, 18 સર્જરી કરશે

રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં ઓપરેશન કરવા માટે અમેરિકાથી 4 તબીબ આવ્યા છે જે ત્રણ દિવસનો કેમ્પ કરી 18 ઓપરેશન કરશે. તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાના જણાવ્યા અનુસાર વેસ્ટફોર્ડ યુનિવર્સિટીના ડો.તારલેશી અને ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીના ડો. કોલેબ તેમજ બંને યુનિવર્સિટીના ફેલોશિપ ડોક્ટર આવ્યા છે. ચારેય તબીબ સિવિલ હોસ્પિટલમાં શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસનો કેમ્પ કરી યુરોલોજીના ઓપરેશન કરશે. દરરોજ 6 ઓપરેશન સહિત કુલ 18 ઓપરેશન કરવાનું નક્કી કર્યું છે જેનો લાભ સિવિલ હોસ્પિટલના દર્દીઓને મળશે.
અમેરિકાના તબીબો રાજકોટ આવતા ખાસ સેમિનાર યોજાયો હતો. યુએસના તબીબોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમા દ્વારા દીપપ્રાગટ્ય થયું હતું. તેમણે પ્રેઝેન્ટેશન મારફત સર્જરી તેમજ સારવારની માહિતી આપી હતી. સેમિનારમાં મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવ, સર્જરી વિભાગના વડા ડો. જતિન ભટ્ટ તેમજ ડો. ગિરીશ આમલાણી અને ડો.જિજ્ઞેશ ગોહિલ સહિતના તબીબોએ ભારત તેમજ અમેરિકામાં યુરોલોજી તેમજ તેને સંલગ્ન સારવાર અને નિદાન અંગે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો