વેરાવળમાં 7 વર્ષની બાળા સાથે યુવકે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેરા‌વળની ઘટના, આરોપી સામેથી પોલીસમાં હાજર થઈ ગયો
  • બાળકીને ઝાપટ મારીને નીચે નાખી દેવાની ધમકી આપી હતી

વેરાવળઃ વેરાવળની એક 7 વર્ષની બાળા પર એક નરાધમે દુષ્કર્મ અને બાદમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. બનાવ બાદ આરોપી સામેથી પોલીસમાં હાજર થઇ ગયો છે. વેરાવળની એક 7 વર્ષની બાળા પરિવારજનો સાથે પરિવારમાં એક મરણ પ્રસંગે સગાને ત્યાં ગઇ હતી. બાળા અરસામાં ઘરની બહાર બીજા બાળકો સાથે રમતી હતી ત્યારે બાજુના ફ્લેટમાં રહેતો અબ્દુલગની ફારૂક કુકસવાડિયા તેની પાસે આવ્યો હતો. અને તેને ફોસલાવીને ફ્લેટના ત્રીજા માળે આવેલી અગાશીમાં લઇ ગયો હતો. જ્યાં તેને ઝાપટ મારી નીચે ફેંકી દેવાનું કહી બાળાને ડરાવી હતી. અને બાદમાં તેના કપડાં ઉતારી મોઢા પર હાથ રાખી દુષ્કર્મ આચર્યું હતું. દરમ્યાન રાત્રે 11:45 વાગ્યે જમવાનો સમય થતાં બધાએ બાળકોને બોલાવ્યા હતા. પણ તેમાં બાળા ન દેખાતાં બધા તેની શોધખોળ કરી રહ્યા હતા. એ વખતે બાળા રડતી રડતી પગથિયાં ઉતરીને નીચે આવી હતી. રડવાનું કારણ પૂછતાં તેણે પોતાના પરની વિતક કહી હતી.

(જયેશ ગોંધિયા, ઉના)