રાજકોટ / ઉનામાં ધો.9ની છાત્રાએ બાળકીને જન્મ આપ્યો, પોલીસની તપાસમાં દુષ્કર્મ થયાનું ખુલ્યું

Una's 16-year-old son gives birth to daughter, 6 months pregnant after medical examination revealed

  • ઊનાની સગીરાને રાજકોટ હોસ્પિટલે ખસેડાઈ ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી
  • સોમવારે તાવ આવ્યા બાદ સાંજે આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ ગઈ હતી

Divyabhaskar.com

Dec 04, 2019, 07:05 AM IST

રાજકોટ: ઊનામાં રહેતી અને અને ધોરણ-9માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને સોમવારે અચાનક તાવ ચડ્યાની શિક્ષકે જાણ કરતાં તેના પિતા સ્કૂલેથી સગીરાને લઇ આવ્યા હતા અને નજીકના ડોક્ટર પાસેથી તાવ-શરદીની દવા લીધી હતી. સાંજે પાંચેક વાગ્યે સગીરાને આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં તેને નજીકના સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી, પરંતુ તેની હાલત કફોડી હોવાથી તેને રાજકોટની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો.
સગીરાને સાતેક માસનો ગર્ભ હતો તબીબે આ અંગે જાણ કરતાં સગીરાના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. સગીરા પર દુષ્કર્મ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, સગીરા સાથે કોણે કૃત્ય આચર્યું હતું તે મુદ્દે ઊના પોલીસે તપાસ શરૂ કરી છે.
પુત્રીએ ક્યારેય આ વાત કરી નથી
સાહેબ, મારે ચાર પુત્રી અને એક પુત્ર છે. મારી બીજા નંબરની પુત્રીની ઉંમર 15 વર્ષની છે અને તે ધોરણ-9માં અભ્યાસ કરે છે, સોમવારે તેને તાવ ચડ્યા બાદ ઊનાની હોસ્પિટલ બાદ રાજકોટ લઇ આવ્યા હતા. અહીં મારી પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો. મારી પુત્રીએ મને ક્યારેય તેની સાથે કોઇ દુર્ઘટના બન્યાન ફરિયાદ કરી નથી, મને છેલ્લે સુધી અાવો અણસાર આવ્યો નહોતો.

X
Una's 16-year-old son gives birth to daughter, 6 months pregnant after medical examination revealed

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી