લોકરોષ / રાજકોટમાં યુવાને અને જેતપુરમાં વૃદ્ધે હેલ્મેટને બદલે તપેલું પહેરી બાઇક પર સવારી કરી

જેતપુરમાં વૃદ્ધે અને રાજકોટમાં યુવાને હેલ્મેટને બદલે તપેલુું પહેરી વિરોધ નોંધાવ્યો

  • જેતપુરમાં વૃદ્ધને હેલ્મેટ લેવું પરવડે તેમ ન હોય કાયદાને માન આપ્યું અને વિરોધ પણ કર્યો

Divyabhaskar.com

Sep 16, 2019, 03:55 PM IST

રાજકોટ: આજથી હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક વિરોધ પણ થઇ રહ્યો છે. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હેલ્મેટના વિરોધમાં રાજકોટમાં યુવાને અને જેતપુરમાં વૃદ્ધે હેલ્મેટના બદલે માથા પર તપેલું પહેરી બાઇક પર સવારી કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ સુધી કાલાવડ રોડ પર એક બાઇક સવાર યુવાને માથા પર તપેલું પહેરી નીકળ્યો હતો. હેલેમેટની કડક અમલવારી વચ્ચે માથે તપેલું પહેરી નીકળ્યો હતો.

વૃદ્ધએ માથા પર હેલ્મેટ પહેરી કાયદાને માન પણ આપ્યું અને વિરોધ પણ કર્યો

જેતપુરમાં એક વૃદ્ધ માથા પર ઘરમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતું તપેલું પહેરી આ કાયદાને માન પણ આપ્યું અને વિરોધ પણ કર્યો હતો. કાયદાનું માન પણ જળવાય અને વિરોધ પણ થાય તે માટે જેતપુર શહેરમાં રહેતા નાગજીભાઈ મેર નામનાં એક વૃદ્ધ પોતાના મોપેડ લ્યુનાં પર ઘરમાં રસોઈમાં લેવાતું તપેલું પહેરીને બજારમાં નીકળ્યા હતા. આ અંગે તેની સાથે થયેલી વાતચીતમાં નાગજીભાઈએ જણાવ્યું કે તેઓ તો અભણ છે તેમની પાસે લાયસન્સ પણ નથી અને તેઓ પહેલા તો ઘોડા જ ચલાવતા અને હાલ કારમી મોંઘવારીમાં તેઓને હેલ્મેટ લેવી આર્થિક રીતે પરવડે તેમ ન હોય તેઓએ તપેલું માથા પર પહેરીને કાયદાનું પાલન પણ કર્યું અને વિરોધ પણ કર્યો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી