• Gujarati News
  • National
  • Two People Were Killed And Two Injured In A Car Accident With Tractor On Maliya kutch High Way

માળિયા-કચ્છ હાઈવે પર ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં બેના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદઃ માળિયા-કચ્છ હાઈવે પર કેદારીયા ગામ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલા ટ્રેકટર પાછળ ઘુસી જતા બે વ્યક્તિના  ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મૃતકોમાં મોરબી જિલ્લાના ટીંબડી ગામના ભાવેશ અંબારામ પટેલ(ઉ.વ.23) અને કરણ લાભુભાઈ બારોટ(ઉ.વ.21) સામેલ છે. જ્યારે રાજુ લાભુભાઈ  બારોટ અને  જયદિપ હરસુખભાઈને ગંભીર ઇજા થતા સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતા હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે. મુળિયા, રાઈટર ભરતભાઈ આલ ઘટના સ્થળે દોડી ગયા હતા. 

અમદાવાદ પરત ફરતી વખતે અકસ્માત નડ્યો
મોરબીના સિરામિક કારખાનામાં નોકરી કરતા ભાવેશ અંબારામ પટેલ, કરણ લાભુભાઈ બારોટ, રાજુ લાભુભાઈ બારોટ અને સેન્ટ્રો કારચાલક જયદિપ હરસુખભાઈ મોરબીથી અમદાવાદ સિરામિક કંપનીનો પ્લાન જોવા ગયા હતા. ત્યારબાદ અમદાવાદ પરત આવતી વખતે માળિયા-કચ્છ હાઈવે પરકેદારીયા ગામ નજીક પહોંચતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલા ટ્રેકટર પાછળ ઘુસી ગઈ હતી.

(તસવીરો અને અહેવાલઃ કિશોર પરમાર, હળવદ)