વેરાવળ બસ ડેપોમાં બે મહિલાએ અજાણ્યા શખ્સને ફોટા પાડવા બદલ ચંપલ વડે મેથીપાક ચખાડ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ બસમાં ફોટા પાડવા બાબતે બે મહિલાઓએ એક અજાણ્યા શખ્સને જાહેરમાં ચંપલ વડે ફટકાર્યો

ગીર-સોમનાથઃ વેરાવળ બસ ડેપોમાં બે મહિલાએ અજાણ્યા શખ્સને મેથીપાક ચખાડ્યો છે. બસમાં જતી વખતે મહિલાના ફોટા પાડવા બાબતે બે મહિલાઓએ એક શખ્સને જાહેરમાં ચંપલ વડે ફટકાર્યો છે. બસ વેરાવળ બસ ડેપોમાં પહોંચી ત્યારે મહિલાઓએ નીચે ઊતરી શખ્સને ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં માર માર્યો હતો. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મામલે હજુ સુધી કોઇપણ પ્રકારની ફરિયાદ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. એસ.ટી. ડેપોના ટ્રાફિક કન્ટ્રોલરે યુવકને પોલીસને હવાલે કર્યો હતો.