રાજકોટ / ઉત્તરાયણના દિવસે બે જૂથ વચ્ચે મારામારી, લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા થયા, ત્રણને ઇજા

રાજકોટમાં બે જૂથ વચ્ચે મારામારી થઇ
two group between war in rajkot on uttarayan festival

  • મારામારીનો વીડિયો વાઇરલ, મહિલાઓ પણ ધોકા સાથે જોવા મળી

Divyabhaskar.com

Jan 15, 2020, 05:25 PM IST

રાજકોટ: ઉત્તરાયણના દિવસે એટલે કે ગઇકાલે સરા જાહેર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શહેરના આરએમસી વેસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. મારામારીમાં ત્રણ ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે.

તલવાર, ધારીયા વડે પણ હુમલો કર્યો

બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં. 8/10ના ખુણે રહેતાં અને મજૂરી કરતાં મનસુખભાઇ તળશીભાઇ કોબીયા તથા નવાગામ આણંદપરથી સંક્રાત કરવા આવેલા બહેન જયશ્રીબેન પ્રવીણભાઇ મકવાણા અને પિતરાઇ ભાઇ હિતેષ સોમાભાઇ કોબીયા પર પડોશમાં રહેતાં તૌફિક, તોસલો, સમરો, શાહરૂખ અને અજાણ્યા શખ્સોએ તલવાર, ધોકા, પાઇપથી સંક્રાંતની સાંજે છ સાડા છએક વાગ્યે હુમલો કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસમાં જાણ કરાઇ હતી.

10થી વધુ શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધાયો

પોલીસે મનસુખભાઇની ફરિયાદ પરથી તૌફિક મહમદભાઇ સંધી, સમીર સિપાહી, ફૈઝલ જન્નર, તોસલો, ઇમરાન, શાહરૂખ, બંદૂક, અજાણ્યા ચાર-પાંચ જણા સામે આઇપીસી 324, 323, 504, 337, 427, 143, 147,148, 149, 135 મુજબ રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. મનસખુભાઇના કહેવા મુજબ સાંજે તેના મોટા બાપુના દીકરા મયુરની પાનની દુકાને એક શખ્સ આવ્યો હતો અને વાત કરવા ફોન માંગ્યો હતો. પણ મયુર તેને ઓળખતો ન હોય ફોન ન દેતાં તેણે ગાળો ભાંડી હતી. એ પછી ટોળકી રચી ધોકા-ધારીયાથી ધસી આવી હુમલો કરી સોડા બોટલોના આડેધડ ઘા કરી મકાન ઉપર ઘા કરી મયુરની કેબીન તથા દરવાજા પર ધોકા ફટકારી નુકસાન કર્યુ હતું. તેમજ પોતાને માથામાં ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. જયશ્રીબેન અને હિતેષને મોઢા પર સોડા બોટલો ફટકારી ઇજા પહોંચાડાઇ હતી.

X
two group between war in rajkot on uttarayan festival

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી