રાજકોટથી મુંબઈ-દિલ્હીની હવાઈ સેવા ચાલુ કરો, ખોટ અમે ભોગવશું-ગ્રેટર ચેમ્બર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અપૂરતી વિમાની સેવાથી પરેશાન વેપારીઓએ ઓફર કરી
  • વારંવાર રજૂઆતો કરવા છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નથી

રાજકોટ:રાજકોટથી દિલ્હી મુંબઈ જવા માટે પૂરતી હવાઇ સુવિધા નહીં હોવાથી વેપારીઓને મુશ્કેલી સહન કરવી પડે છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જો કે, વારંવારની રજૂઆત છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નથી. પૂરતી વિમાની સેવા ન હોવાથી દિલ્હી-મુંબઈ જવા માટે છેક અમદાવાદ સુધી લાંબા થવુ઼ પડે છે. ત્યારે રાજકોટ ગ્રેટર ચેમ્બરે સમગ્ર વેપારીઓ વતી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. જેમાં એરલાઇન્સને ઓપન ઓફર કરી છે કે, રાજકોટથી મુંબઈ, દિલ્હી કે અન્ય રૂટ પર ફ્લાઈટ ચાલુ કરો. આ સેવા શરૂ કર્યા પછી પણ જો એમાં કોઇ પ્રકારની નુકસાની આવશે તો તે નુકસાની ભોગવવવા માટે અમે તૈયાર છીએ.

ગ્રેટર ચેમ્બર બેન્ક ગેરંટી આપશે
જો એરલાઇન્સ ચાલુ થાય અને જો ધાર્યા બહાર કંપનીને ઓછા મુસાફરો મળશે અને કંપનીને આર્થિક નુકસાન જવાના કેસમાં ગ્રેટર ચેમ્બર બેન્ક ગેરેંટી આપશે.  -ધનસુખ વોરા, ગ્રેટર ચેમ્બર પ્રમુખ