રાજકોટ / ટ્યૂશન ક્લાસીસ અને સ્કૂલમાં મેગા ડ્રાઈવ, મોદી, ભરાડ અને ક્રિષ્ના સ્કૂલમાં ડીમોલિશન કારગીરી હાથ ધરાઈ

મેગા ડીમોલિશન ડ્રાઈવ હાથ ધરી
મેગા ડીમોલિશન ડ્રાઈવ હાથ ધરી

  • ફાયબરના ડોમ તોડી પાડવામાં આવ્યા

Divyabhaskar.com

Jun 12, 2019, 12:00 PM IST

રાજકોટ:વાયુ વાવાઝોડાને લઈને રાજકોટ મનપા હરકતમાંમાં આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં તંત્ર દ્વારા સવારથી જ ટ્યૂશન ક્લાસીસ અને સ્કૂલોમાં મેગા ડીમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ફાયબરના ડોમ તોડી પાડવામાં આવ્યા હતા. સ્કૂલો કે ટ્યૂશન ક્લાસીસ દ્વારા ગેરકાયદે ખડકાયેલા બાંધાકામો પણ તોડી પાડવામાં આવશે. હાલ રાજકોટની નામાંકિત મોદી, ભરાડ અને ક્રિષ્ના સ્કૂલમાં ડીમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.રાજકોટની 60ટકા સ્કૂલોએ ટોપ ફ્લોર પર ગેરકાયેદસર બાંધકામ કર્યા છે.

છત પર ડોમ હોય તેવી શાળાને સીલ મરાયું

શાળા પર રહેલા જોખમી ડોમ હટાવવા અને સિલ મારવાની કામગીરી ચાલુ કરાવામાં આવી છે. જ્યાં પવનના કારણે જોખમી ડોમ ઉડી જવાની ભીતિ હોય ત્યાં હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અમુક ડોમ જ્યાં બાળકો બેસે નહીં તે માટે સિલ મારી દેવામાં આવ્યા છે. હાલ રાજકોટની મોદી, ક્રિષ્ના, ભરાડ, ઉત્કર્ષ, પાઠક, પી એન્ડ બી અને રીમા સ્કૂલ પર ઉપ ની ફેબ્રીકેટ બાંધકામ સીલ કરવામાં આવી છે.

X
મેગા ડીમોલિશન ડ્રાઈવ હાથ ધરીમેગા ડીમોલિશન ડ્રાઈવ હાથ ધરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી