વૃદ્ધને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલની બદલી, ટ્રાફિક વોર્ડનને સસ્પેન્ડ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઇકાલે ટ્રાફિક પોલીસ વૃદ્ધને માર મારતો વીડિયો વાઇરલ થયો હતો - Divya Bhaskar
ગઇકાલે ટ્રાફિક પોલીસ વૃદ્ધને માર મારતો વીડિયો વાઇરલ થયો હતો
  • ગઇકાલે ટ્રાફિક વોર્ડન વૃદ્ધને માર મારતો વીડિયો વાઇરલ થયો હતો

રાજકોટ: ગઇકાલે શહેરના લીમડા ચોકમાં એક વૃદ્ધને ટ્રાફિક વોર્ડન માર મારી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેની તપાસ એસીપીએ કરી હતી. ટ્રાફિક વોર્ડન શક્તિસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવ્યો છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. 

સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો
મહત્વનું છે કે 23 સપ્ટેમ્બરે પણ ટોઈંગ કરવા મુદ્દે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગઇકાલે ફરી એક વખત ટ્રાફિક પોલીસનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...