તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલે ઉત્તરાયણ, રાજકોટમાં પક્ષીઓના જીવ બચાવવા ઓપરેશન થિયેટર, 16 તબીબની ટીમ તૈનાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સવારે 6થી 8 અને સાંજે 4થી 6 પક્ષીઓનો ઘરે આવવા જવાનો સમય છે

રાજકોટ: ઉત્તરાયણ મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકો ઉત્સાહભેર મનાવશે. ખરેખર ઉત્તરાયણ એ પતંગ ઉડાવવાનો ઉત્સવ છે, પરંતુ આજે લોકોએ એકબીજાનો પતંગ કાપવાની લહાયમાં ધારદાર અને કાચથી તૈયાર કરેલી તીક્ષ્ણ દોરીથી પતંગ ચગાવવાની મજા લઇ રહ્યા છે તેનો પક્ષીઓ ભોગ બની રહ્યા છે. પરંતુ બીજી બાજુ એવા લોકો, સંસ્થા અને સંગઠન પણ છે જે ઘાયલ પક્ષીઓની શોધી શોધીને સારવાર કરશે, સર્જરી પણ કરશે અને તેનો જીવ બચાવશે. કરૂણા ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ દરમિયાન 16 નિષ્ણાંત ડોક્ટરની ટીમ તૈયાર કરી છે. શહેરમાં છ જગ્યાએ સારવાર કેન્દ્રો ધમધમશે અને ઉત્તરાયણને દિવસે 50 કાર્યકર્તાની ફોજ શહેરમાં ફરશે અને ઘાયલ પક્ષીઓને શોધી શોધીને તેની સારવાર કરવા કેન્દ્રોમાં લઇ આવશે. કરુણા ફાઉન્ડેશન દ્વારા લોકોને પણ અનુરોધ કરાયો છે કે સવારે 6થી 8 પક્ષીઓને ઘરેથી નીકળવાનો અને સાંજે 4થી 6 પક્ષીઓને ઘરે પાછા આવવાનો સમય હોય છે તેથી આ સમય દરમિયાન પતંગ નહીં ઉડાવી પક્ષીઓની જીવનદોર બચાવવાની છે. પક્ષીઓના જીવ બચાવવા ઓપરેશન થિયેટર પણ ઉભું કરવામાં આવશે.

ઉત્તરાયણ પર લોકોએ આટલું ન કરવું

 • ચાઇનીઝ દોરીથી પતંગ અને તુક્કલ ન ચગાવો તેનાથી પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે, આગ લાગવાના કિસ્સા બને છે.
 • વીજળીના તારમાં ફસાયેલા અને સબ સ્ટેશનમાં પતંગને લેવાનો પ્રયત્ન ન કરો.
 • લૂઝ કપડાં ન પહેરવા, માથે ટોપી પહેરવી.
 • મકાનોના ગીચ વિસ્તારમાં પતંગ ન ચગાવવી.
 • ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવો.
 • પતંગ કપાય તો ઢાળવાળા મકાનની છત ઉપરથી પકડવા ન દોડો.
 • થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને મેળવવા પથ્થર ન ફેંકો, પાઈપ ન નાખો.
 • રસ્તા ઉપર ઝાડુ, વાંસ વગેરે લઈને કપાયેલા પતંગ પકડવા ન દોડો.

શહેરમાં નવ સ્થળે કંટ્રોલ રૂમ કાર્યરત

 • ત્રિકોણબાગ 9898019059
 • પેડક રોડ 9998639382
 • આત્મીય કોલેજ 9574400028
 • કિસાનપરા ચોક 9574400028
 • માધાપર ચોકડી 9574400028
 • ગોંડલ ચોકડી 9898019059
 • વાવડી 9898019059
 • પંચનાથ એનિમલ હોસ્પિટલ 9428517600
 • નાગરિક બેંક ચોક, ઢેબર રોડ 9724609502
 • 836 પક્ષી 2019માં 13, 14 અને 15 જાન્યુઆરીએ ઘાયલ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો