ફકીરના વેશમાં ચોરી કરતા ત્રણ લોકોને પકડી લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડી શબક શીખવાડ્યો - Divya Bhaskar
લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડી શબક શીખવાડ્યો

રાજકોટઃ શહેરના સર્કિટ હાઉસ પાછળના ભાગે ફકીરના વેશમાં નીકળેલા ચાર શખ્સો પૈકીના એક શખ્સે એક મહિલાની સોનાની વીંટી ગાયબ કરી દીધી હતી તેવો આક્ષેપ થયો હતો. આ શખ્સો અવાર-નવાર માંગવા નીકળતાં હોઇ આજે મહિલાના પરિવારજનોએ આ શખ્સોને શોધવા માટે વોચ રાખી હતી. એ દરમિયાન ચાર પૈકીના ત્રણ શખ્સો સર્કિટ હાઉસથી આગળ ફુલછાબ ચોક પાસે જોવા મળતાં લોકોએ તેને દબોચી લઇ ગાયબ કરેલી સોનાની વીટી પાછી માગતાં આ ત્રણેયે પોતાની સાથેનો ચોથો શખ્સ વીંટી બાબતે જાણતો હોવાનું અને પોતાને ખબર નહીં હોવાનું રટણ કરતાં લોકોએ તેની ધોલધપાટ કરી હતી. એ પછી પોલીસને કોઇએ ફોન કરતાં પોલીસની ગાડી આવી હતી અને ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરી હતી.