રાજકોટ / ચોર ATMમાં મશિન તોડવા ઘુસ્ચો, હૈદરાબાદમાં એલાર્મ વાગ્યું અને પોલીસે 20 મિનિટમાં પકડી લીધો

  • હૈદરાબાદથી રાજકોટ પોલીસને જાણ કરાઇ 
  • ચોર પહેલા પણ બાઇક ચોરીમાં ઝડપાયો હતો 

Divyabhaskar.com

Aug 14, 2019, 01:11 PM IST

રાજકોટ: લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એટીએમમાં ચોરીના પ્રયાસ સાથે ઘુસેલા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. તેની પાસેથી એટીએમ તોડવાના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા.

આરોપીને આગાઉ પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ નજીક આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એટીએમ મશીન રુમમાં કોઇ શખ્સ ધુસી શટર બંધ કરી એટીએમ તોડતો હોવાની એટીએમનું સીસીટીવી મોનીટરીંગ કરતી એસ.બી.આઇ.ની હૈદ્રરાબાદ શાખાને જાણ થઇ હતી અને માત્ર 20 મિનિટમાં ચોર રંગે હાથ ઝડપાઇ ગયો હતો. ATMમાં ચોર આવતા અને તેને તોડવાનો પ્રયાસ કરતા હૈદરાબાદમાં એલાર્મ વાગ્યું હતું. રાજકોટ રુરલ પોલીસના કંટ્રોલ રુમને જાણ કરતા આ અંગે લોધીકા પોલીસને જાણ કરાતા પીએસઆઇ એસ.એમ. ધાધલ સહીતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ એટીએમ મશીન તોડતા મુળ રાજસ્થાની અને હાલ રાજકોટમાં રહેતા ધનંજય ઉર્ફે મહેશ નિરંજન ઉર્ફે રવજી હીરાલાલ શર્માને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલ ગ્રાઇન્ડ પકડ, ડીસમીસ, ઇલેક્ટ્રીક વાયર કટર અને ગ્રાઇન્ડરની 10 ચક્રી સહીતના હથિયારો કબજે કર્યા હતા. આરોપીનો ગુનાહીત ઇતિહાસ તપાસતા રાજકોટમાં અગાઉ બાઇક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને તેના વિરુઘ્ધ પાસા પણ કરવામાં આવેલ છે. લોધીકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી